For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની દિલ્હીમાં પ્રથમ રેલી, ભાજપ વહેચશે ફ્રી મેટ્રો ટિકીટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર: ભાજપના પીએમ ઇન વેટિંગ નરેન્દ્ર મોદીની રેલી દિલ્હીમાં પ્રથમ રેલીને પાર્ટીને ઘણો ઉત્સાહ જોવા મળે છે. ભાજપના કાર્યકર્તાઓમાં જોર શોરમાં તે નરેન્દ્ર મોદી માટે સ્ટેજ તૈયાર કરવામાં જોડાયેલા છે. દિલ્હીના રોહીણીમાં નરેન્દ્ર મોદીની રેલી થવાની છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે લાખોની સંખ્યામાં લોકો આ રેલીમાં સામેલ થશે.

રજાનો દિવસ હોવાના લીધે લોકોની ભીડ વધવાની આશંકા છે. સમાચાર એ પણ છે કે નરેન્દ્ર મોદીની આ મેગા રેલીમાં 40 દેશોના રાજદૂતો પણ ભાગ લેશે. નરેન્દ્ર મોદીની આ રેલીમાં 7 અલગ અલગ દ્વાર રાખવામાં આવ્યા છે. લોકોને સંભાળવા માટે ભાજપના કાર્યકર્તાઓ જોડાઇ ગયા છે. ભાજપની વિકાસ રેલી માટે ભાજપ લગભ્ગ 50 હજાર લોકોને મેટ્રોના માધ્યમથી લાવવાની તૈયારી કરી રહી છે. ભાજપે તેના માટે મેટ્રોના અધિકારીઓ સાથે એક મીટિંગ કરી છે. સમાચાર છે કે લોકોને રેલી સુધી પહોંચાડવા માટે ભાજપે ડીએમઆરસી પાસે 50 હજાર ટોકન પણ ખરીદી છે. જે ભાજપ કાર્યકર્તા રેલીમાં જનાર લોકોને આપશે. એટલે કે ભાજપ મેટ્રોની ફ્રી ટિકીટ વેચીને નરેન્દ્ર મોદીની રેલીમાં લોકોની ભીડ વધારવા માંગે છે.

stage-almost-set-for-modi

આટલું જ નહી ભાજપના ડીએમઆરસીએ રવિવારે નરેન્દ્ર મોદીની રેલીને જોતાં મેટ્રોના વધુ ફેરા લગાવવાની અપીલ કરી છે, સાથે જ મેટ્રો સ્ટેશનથી રેલી સ્થળ સુધી જવા માટે તેમને ફીડર બસોની માંગણી કરી છે.

રેલીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. રેલી જાપાની પાર્કમાં છે. રેલી સ્થળથી મેટ્રોનું રોહિણી વેસ્ટ સ્ટેશન નજીક છે. એટલા માટે મેટ્રોથી લોકોને લાવવાનો પ્લાન છે.

ભાજપે મેટ્રો સાથે વાતચીત કરી છે કે દરેક મેટ્રો સ્ટેશન પર લગભગ 100 લોકોને ગ્રુપમાં એક જ ટોકનથી જવા દેવામાં આવે. મેટ્રો સ્ટેશન પર ભાજપના કાર્યકર્તા પણ રહેશે. જો કે આ સંબંધમાં મેટ્રો અધિકારીઓનું કહેવું છે કે જો ભીડ વધે છે તો તેના સમાધાનની વ્યવસ્થા કરી દિધી છે.

English summary
Hundreds of BJP workers are working round-the-clock to make Narendra Modi’s first rally in Delhi successful. Delhi BJP has also requested the Delhi Metro Rail Corporation to increase the frequency of trains on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X