For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિસાના કટકમાં મકર સંક્રાંતિના મેળા દરમિયાન નાસભાગ, 1 વ્યક્તિનું મોત, 12 લોકો ઘાયલ

ઓડિશાના કટકમાં મકર સંક્રાંતિના મેળા દરમિયાન નાસભાગ થઈ છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર આ નાસભાગમાં એક વ્યક્તિના મોતના પણ અહેવાલ છે. રિપોર્ટ અનુસાર કટકમાં ટી-બ્રિજ પર સર્જાયેલા આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ પણ થયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કટક : દેશભરમાં મકર સંક્રાંતિ મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ઓડિશાના કટકમાં મકર સંક્રાંતિના મેળા દરમિયાન નાસભાગ થઈ છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર આ નાસભાગમાં એક વ્યક્તિના મોતના પણ અહેવાલ છે. રિપોર્ટ અનુસાર કટકમાં ટી-બ્રિજ પર સર્જાયેલા આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ પણ થયા છે.

Cuttack

મીડિયા રિપોર્ટ અનુસાર, કટકના બદમ્બા-ગોપીનાથપુર ટી-બ્રિજ પર ભાગદોડમાં બાળકો સહિત 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મકરસંક્રાંતિની ઉજવણી માટે લાખો ભક્તો સિંહનાથ મંદિરે એકઠા થયા હતા. હાલ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

સામે આવી રહેલી વિગતો અનુસાર, આ ઘાયલોનો પ્રારંભિક આંકડો છે અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. કલિંગા ટીવી અનુસાર મકરસંક્રાંતિ માટે 2 લાખથી વધુ ભક્તોએ અહીં મુલાકાત લીધી છે. બારંબા હોસ્પિટલના ડૉક્ટર રંજન કુમાર બારિકના જણાવ્યા અનુસાર, કટકના બારંબામાં સિંહનાથ મંદિરમાં મકર મેળા દરમિયાન નાસભાગમાં એક વ્યક્તિનું મોત થયું છે અને નવ લોકો ઘાયલ થયા છે. ત્રણને કટકની અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

English summary
Stampede during Makar Sankranti fair in Cuttack, Odisha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X