For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગત 24 કલાકમાં કરોના વાયરસના 14821 નવા કેસ, 445 દર્દીના મોત

ગત 24 કલાકમાં કરોના વાયરસના 14821 નવા કેસ, 445 દર્દીના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલામાં બિલકુલ કમી જોવા નથી મળી રહી. સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ ગત 24 કલાકમાં જ ભારતમાં કોરોના વાયરસના 14821 નવા મામલા સામે આવ્યા છે અને 445 મોત થયાં છે. દેશમાં હવે પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 4 લાખ 25 હજાર 282 થઇ ગઇ છે. જેમાંથી 1 લાખ 74 હજાર 387 સક્રિય મામલા છે, 2 લાખ 37 હજાર 196 ઠીક થઇ ગયા છે અને 13699ના મોત થયાં છે.

ક્યાં કેટલા મામલા

ક્યાં કેટલા મામલા

રાજસ્થાનમાં કોરોના વાયરસના સંક્રમણના 393 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસ વધીને 14930 થઇ ગયા છે. બિહારમાં સંક્રમણના 162 નવા મામલા સામે આવ્યા બાદ કુલ સંખ્યા 7665 થઇ ગઇ છે. અહીં અત્યાર સુધી કોરોનાના 5631 દર્દી ઠીક થયા છે જ્યારે સંક્રિય મામલાની સંખ્યા 1982 છે. મધ્ય પ્રદેશમાં કરોના વાયરસ સંક્રમણના 179 નવા કેસ સામે આવ્યા બાદ કુલ મામલા વધી 11903 થઇ ગયા છે. જેમાંથી 9015 દર્દી ઠીક થઇ ચૂક્યા છે. જ્યારે 14 દર્દીના મોત થયા બાદ મૃતકોની કુલ સંખ્યા 515 થઇ ગઇ છે.

ઝારખંડમાં કોરોના

ઝારખંડમાં કોરોના

ઝારખંડમાં કોરોના વાયરસના 62 નવા મામલા સામે આવ્યા છે, જે બાદ કુલ મામલા 2089 થઇ ગયા છે. અહીં અત્યાર સુધી 1406 દર્દી ઠીક થયા છે, જ્યારે 11ના મોત થયાં છે. ઉત્તરાખંડમાં પાછલા 24 કલાકમાં કોવિડ-19ના 43 નવા મામલા મળ્યા બાદ કુલ મામલાની સંખ્યા 2344 થઇ ગઇ છે. રાજ્યમાં 1500 લોકો ઠીક થઇ ચૂક્યા છે. હિમાચલ પ્રદેશમાં 17 નવા કેસ આવ્યા બાદ કુલ મામલા 673 થઇ ગયા છે. જેમાંથી 237 સક્રિય છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 3870 નવા મામલા સામે આવ્યા છે, જેનાથી કુલ મામલા વધીને 1 લાખ 32 હજાર 75 થઇ ગયા છે. તેમાંથી 60147 મામલા સક્રિય છે. મહારાષ્ટ્રમાં રવિવારે 101 દર્દીના મોત થયા બાદ મૃતકોની સંખ્યા 6170 થઇ ગઇ. આ ઉપરાંત મુંબઇમાં કુલ 66488 મામલા નોંધાયા છે જ્યારે 3671 લોકોના મોત થયાં છે.

હરિયાણામાં કોરોનાના મામલા

હરિયાણામાં કોરોનાના મામલા

હરિયાણાની વાત કરીએ તો અહીં 412 નવા મામલા મળ્યા છે, જેની સાથે જ કુલ કેસ વધીને 10635 થઇ ગયા છે. ગુજરાતમાં ગત 24 કલાકમાં કોવિડ 19ના 580 નવા મામલા આવ્યા બાદ કુલ મામલાની સંખ્યા વધીને 27317 ઇ ગઇ છે. અહીં અત્યાર સુધી 19357 દર્દી ઠીક થયા છે. જ્યારે પાછલા 24 કલાકમાં 25 દર્દીના મોત પણ થયાં છે. પંજાબમાં 122 નવા કેસ સામે આવ્યા બાદ કુલ મામલા 4074 થઇ ગયા છે.

રાજસ્થાનની સ્થિતિ

રાજસ્થાનની સ્થિતિ

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 3000 નવા કેસ મળ્યા બાદ કુલ મામલા 59746 થઇ ગયા છે. અહીં મૃતકોની સંખ્યા 63 વધીને 2175 થઇ ગઇ છે. હવે કુલ 24,558 સક્રિય મામલા છે. તમિલનાડુમાં પાછલા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના 2532 નવા કેસ મળ્યા છે. અહીં સંક્રમણની કુલ સંખ્યા 59,377 છે જેમાંથી 25,863 મામલા સક્રિય છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 53 દર્દીના મોત પણ થયાં છે. જે બાદ મૃતકોનો કુલ આંકડો વધીને 757 થઇ ગયો છે.

કચ્છમાંથી ચરસના 375 પેકેટ ઝડપાયાં, કરોડોમાં છે કિંમતકચ્છમાંથી ચરસના 375 પેકેટ ઝડપાયાં, કરોડોમાં છે કિંમત

English summary
state wise new coronavirus cases in past 24 hours in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X