For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં લવ અને સેક્સના કારણે થાય છે વધારે હત્યાઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી(બ્યુરો), કહેવાય છે કે, પ્રેમ જિંદગીને સંવારે છે, જે પ્રેમ કરે છે, તેમને આખું વિશ્વ હસીન અને રંગીન લાગે છે, પરંતુ ભારતમાં પ્રેમ અલગ જ રંગ અને વસ્ત્રોમાં છે. જી હા, ભારતમાં પ્રેમનો રંગ લોહીના રંગ જેવો છે. આ અમે નહીં પરંતુ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(એનસીઆરબી)ની એક રીપોર્ટ કહીં રહી છે. રીપોર્ટ અનુસાર ભારતમાં મોટાભાગે મર્ડર પ્રેમ અથવા તો શારીરિક સંબંધોના કારણે થાય છે. 2012ના આંકડાઓ અનુસાર જૂના વિવાદો અને સંપત્તિઓના ઝઘડાઓ બાદ સૌથી વધું હત્યાઓ લવ અફેર્સ અને સેક્સુઅલ રિલેશનના કારણે થાય છે.

એનસીઆરબી અનુસાર સૌથી વધારે હત્યાઓ આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો તરફથી જારી કરવામાં આવેલા 2012ના ક્રાઇમ ડેટા અનુસાર દેશ ભરમાં જ્યાં સંપત્તિના ઝઘડામાં 3169 લોકોની હત્યા થઇ ત્યાં 2549 લોકોની હત્યા લવ અફેર્સ અને સેક્સુઅલ રિલેશન્સના કારણે કરવામાં આવી. દેશના અનેક રાજ્યોમાં પ્રેમ અને સેક્સના કારણે કરવામાં આવેલી હત્યાઓ જૂના ઝઘડા અને સંપત્તિના કારણે કરવામાં આવેલા હત્યાઓ જેટલી જ હતી.

murder-in-love
આંધ્ર પ્રદેશમાં 445 હત્યા, યુપીમાં 325, મહારાષ્ટ્રમાં 254, પંજાબમાં 83, જમ્મૂ કાશ્મીરમાં 11, હિમાચલ પ્રદેશમાં 10, નાગાલેન્ડમાં 2, તમીળનાડુમાં 291, ગુજરાતમાં 116 અને દિલ્હીમાં પ્રેમ અને સેક્સના કારણે 54 હત્યાઓ થઇ છે. જો કે, ઓનર કિલિંગ અને હોરર કિલિંગ માટે જાણીતા હરિયાણા આ રાજ્યોમાં સામેલ નથી, જ્યાં પ્રેમ અને સેક્સના કારણે હત્યા કરવામાં આવે છે. અહીં પ્રેમ માટે 50 અને ઝઘડાના કારણે 218 હત્યા નોંધાઇ છે.

વાત જો કેરળની કરવામાં આવે તો પ્રેમના દુશ્મનોની સંખ્યા ઓછી છે. અહીં માત્ર ત્રણ હત્યા થઇ છે. આ ઉપરાંત રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પણ પ્રેમના કારણે માત્ર 39 હત્યા કરવામાં આવી છે. એનસીઆરબીના ડેટામાં હત્યાના કારણે પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. બિહારમાં 2012મા સૌથી વધારે હત્યા સંપત્તિના ઝઘડાના કારણે થઇ છે, દેશભરમાં 36.6 ટકા હત્યાઓ બિહારમાં થઇ છે. બિહારમાં ઝઘડાના કારણે 570 હત્યાઓ થઇ છે, જ્યારે યુપીમાં ગત વર્ષે ઝઘડામાં 4966 હત્યાઓ કરવામાં આવી છે.

English summary
According to the National Crime Records Bureau data, love affairs and sexual relations were the third most common cause for murders in the country in 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X