For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Stay Home Selfie: લૉકડાઉન દરમિયાન ઘરમાં રહી સુરક્ષિત રહો અને તમારી સેલ્ફી અમને મોકલો

તમે તમારા ઘરમાં રહીને દેશ અને સમાજની મોટી મદદ કરી રહ્યા છો. એવામાં અમે ઈચ્છીએ છીએ કે અમે તમારી આ સહભાગીતાને દેશને જણાવીએ.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ભયનો માહોલ છે. આખી દુનિયામાં અત્યાર સુધીમાં 59 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. આપણા દેશમાં પણ 2902 લોકો કોરોના વાયરસથી પૉઝિટીવ થઈ ચૂક્યા છે અને 68 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશ અત્યારે 21 દિવસના લૉકડાઉનમાં છે. આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસનો સામનો કરવા માટેની વેક્સીન હજુ દુનિયાભરના વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. ત્યાં સુધી તેનો આપણી પાસે કોઈ ઈલાજ નથી. માત્ર સાવચેતી જ આપણેને બચાવી શકે છે. ડૉક્ટર્સ, નર્સ તેમજ અન્ય સેવાકર્મીઓ પોતાના જીવના જોખમે લોકોના ઈલાજ કરી રહ્યા છે. શાસન પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની સલાહનું પણ તમે પાલન કરી રહ્યા છે એવી આશા છે. કોરોના સામેની આ જંગમાં તમે તમારા ઘરમાં રહીને દેશ અને સમાજની મોટી મદદ કરી રહ્યા છો. એવામાં અમે ઈચ્છીએ છીએ કે અમે તમારી આ સહભાગીતાને દેશને જણાવીએ.

selfie

દેશમાં લૉકડાઉન છે અને તમે બધા ઘરમાં છો. એવામાં વનઈન્ડિયાએ 'સ્ટે હૉમ સેલ્ફી' નામે એક પહેલ શરૂ કરી છે જેમાં તમે તમારી, તમારા બાળકોની (જેમાં તમે તમારા ઘરમાં છો, સુરક્ષિત છો, વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છો અને ખુશ છો) તેવી સેલ્ફી અમને મોકલો અને અમે વાચકોને અમારી વેબસાઈટ થકી તમારી તસવીર શેર કરીશું. તમારે આ સેલ્ફી મેઈલ કરવાની રહેશે. સેલ્ફી મેઈલ કરવા માટે અમારું મેઈલ આઈડી છે- [email protected]. તો આજે જ તમારી સેલ્ફી અમને મોકલી આપો. આ રીતે અમે બધાને બતાવીશુ કે કેવી રીતે તમે ઘરમાં રહીને એક મોટુ કામ માત્ર પોતાના માટે કે આસપાસના લોકો માટે નહિ પરંતુ દેશ અને પ્રદેશ માટે કરી રહ્યા છો.

આ પણ વાંચોઃ ગુજરાતઃ કોરોનાથી 10મુ મોત, 10 નવા પૉઝિટીવ કેસ, દર્દીઓની સંખ્યા 100ને પારઆ પણ વાંચોઃ ગુજરાતઃ કોરોનાથી 10મુ મોત, 10 નવા પૉઝિટીવ કેસ, દર્દીઓની સંખ્યા 100ને પાર

English summary
Stay home selfie fight against coronavirus, stay home, stay safe and send your selfie
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X