For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Steel man of India જમેશેદ જે ઇરાનીનું નિધન, 86 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Steel man of India જમશેદ જે ઇરાનીનું સોમવારની મોડી રાત્રે ઝારખંડના જમશેદપુરમાં ટાટા મેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન 86 વર્ષની વયે નિધન થયું છે.

|
Google Oneindia Gujarati News

Steel man of India જમશેદ જે ઇરાનીનું સોમવારની મોડી રાત્રે ઝારખંડના જમશેદપુરમાં ટાટા મેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન 86 વર્ષની વયે નિધન થયું છે. ટાટા સ્ટીલના પૂર્વ એમડી જમશેજ જે ઇરાનીને Steel man of India ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમના પરિવારમાં પત્ની ડેઝી અને 3 બાળકો છે. Steel man of India જમશેદ જે ઇરાનીને દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

2011 માં ટાટામાંથી નિવૃત્ત થયા Steel man of India

2011 માં ટાટામાંથી નિવૃત્ત થયા Steel man of India

ટાટા સ્ટીલે ટ્વીટ કર્યું, ભારતના સ્ટીલ મેન તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડૉ. જમશેદ જે ઈરાનીના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. ટાટાસ્ટીલ પરિવાર તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. 83 વર્ષીય ઈરાની જૂન 2011માં ટાટા સ્ટીલના બોર્ડમાંથીનિવૃત્ત થયા હતા.

આરોગ્ય મંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ ટ્વિટ કરીને જમશેદ જે ઈરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ટાટા સ્ટીલનાભૂતપૂર્વ MD ડૉ. જે. જે. ઈરાનીના નિધનના દુઃખદ સમાચાર, મને તેમની સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ એક સક્ષમ પ્રશાસક અને નેતાતરીકે હંમેશા યાદ કરવામાં આવશે, ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે. તેમના કુટુંબના સભ્યોને હિંમત અને શાંતિ આપે.

59 વર્ષ પહેલા થઈ હતી કારકિર્દીની શરૂઆત

59 વર્ષ પહેલા થઈ હતી કારકિર્દીની શરૂઆત

ઈરાનીએ ભારતીય ઉદ્યોગ, સ્ટીલ બિઝનેસ અને ટાટામાં ચાર દાયકાથી વધુ સમય સુધી નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે 1963માંબ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશન, શેફિલ્ડ ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આસિસ્ટન્ટ ટુ ડિરેક્ટર તરીકે કારકિર્દીની કરી શરૂઆત

આસિસ્ટન્ટ ટુ ડિરેક્ટર તરીકે કારકિર્દીની કરી શરૂઆત

54 વર્ષ પહેલા 1968માં ભારત પરત ફર્યા બાદ જમશેદ જે ઈરાની ટાટા સ્ટીલમાં સહાયક તરીકે જોડાયા હતા. ટાટા સ્ટીલમાં નિયામક(સંશોધન અને વિકાસ) સાથે સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર જમશેદ 1979માં જનરલ મેનેજર બન્યા હતા.

તેઓ 1985માં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. વર્ષ 1992માં મેનેજિંગ ડાયરેક્ટર બનેલા જમશેદ જે ઈરાની ટાટા સ્ટીલમાં લગભગ નવ વર્ષ (જુલાઈ 2001) સુધી આ પદ પર રહ્યા હતા.

યુકે યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી

યુકે યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી

નાગપુર યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રમાં માસ્ટર્સ (M.Sc) ડિગ્રી મેળવનાર જમશેદ ઈરાનીને શેફિલ્ડ યુનિવર્સિટી, યુકે દ્વારા ડૉક્ટરેટનીપદવી પણ એનાયત કરવામાં આવી હતી.

English summary
Steel man of India Jamshed J Irani passed away at the age of 86
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X