For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસિડ હુમલાની પિડીતા લક્ષ્મીની દર્દનાક કહાની, આલોકના પ્રેમથી બની જીવંત

|
Google Oneindia Gujarati News

તે માત્ર પંદર વર્ષની હતી અને મોટી થઇને સફળ સિંગર બનવા માંગતી હતી. પરંતુ માત્ર એક "ના"એ તેના દરેક સ્વપ્નોને બાળીને રાખ કરી દીધા. જી હા, એક "ના"ના કારણે તેના પર હુમલો થયો અને તેની જીંદગી બદલાઇ ગઇ. તે હુમલાએ માત્ર તેના શરીર પર નહીં પરંતુ તેના આત્મા પર પણ હુમલો કર્યો હતો. આ હુમલાના ઘા સમયની સાથે રૂંઝાયા પણ તેનુ દર્દ આખી જીંદગી તેને સહન કરવુ પડ્યું. આ હુમલામાં પિડીતનો જીવ પણ જઇ શકે છે. જીવન દર્દમાં તબદીલ થઇ જાય છે. જી હા અમે વાત કરી રહ્યાં છીએ એસિડ હુમલાના પિડીતોની......

જરા વિચારો કે જ્યારે આપણાં ચહેરા પર જ્યારે કોઇ દાગ પણ લાગી જાય છે, ત્યારે આપણે તેને સાફ કરવા માટે દોડીએ છીએ. તેવામાં એવા લોકોની બેચેનીનો અંદાજ લગાવો કે જેઓ એસિડ હુમલાનો શિકાર થયા છે. આજે આ કડીમાં વનઇન્ડિયા વાત કરી રહ્યું છે. એસિડ અટેક પિડીતા લક્ષ્મીની. જેનો ચહેરો કેટલાક હેવાનોએ તેજાબથી બગાડી દીધો હોવા છતા તેની જીંદાદીલીનો વાળ પણ વાંકો ન કરી શક્યા. તે પિડીતાનું નામ છે, લક્ષ્મી કે જેણે એસિડ હુમલા બાદ સમાજમાં પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવાની શરૂઆત કરી. આજે લક્ષ્મી દેશમાં એસિડ હુમલામાં શિકાર થયેલી યુવતીઓ માટે પ્રેરણાસ્રોત બની ચૂકી છે.

જ્યારે આપણે વાત લક્ષ્મીની કરી રહ્યાં છીએ ત્યારે તે શખ્સને કેવી રીતે ભૂલી શકાય કે જેણે લક્ષ્મીની અંદર આત્મવિશ્વાસના પ્રાણ ફુંક્યા અને તેને સમાજના એક પ્લેટફોર્મ પર લાવીને મૂકી દીધી. અને પવિત્ર પ્રેમની એક પરિભાષા પણ ઘઢી દીધી. સરકારી નોકરી છોડીને એસિડ હુમલાની પિડીતાઓ માટે કાર્ય કરનાર તે શખ્સનું નામ આલોક દિક્ષીત છે.

દર્દનાક હુમલાની પળોને યાદ કરીને આજે પણ ડરથી કાંપી ઉઠે છે, લક્ષ્મી
સૂરજ તો એ દિવસે પણ ઉગ્યો હતો પણ લક્ષ્મીના જીવનમાં તે દર્દનાક સવાર હંમેશા માટે અંધારૂ કરી ગઇ. લક્ષ્મીએ ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે વર્ષ 2005માં જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે તેનાથી ઉંમરમાં 32 વર્ષના એક યુવકે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ. ત્યારે લક્ષ્મીએ શખત શબ્દોમાં ના પાડી દીધી હતી. ત્યારબાદ 22 એપ્રિલ 2005ની સવારે લગભગ 10 કલાક અને 45 મિનીટે જ્યારે તે દિલ્હીના ભીડવાળા ખાન વિસ્તારમાંથી એક બુક સ્ટોર તરફ જઇ રહી હતી ત્યારે તે વ્યક્તિ પોતાના નાના ભાઇની ગર્લફ્રેન્ડની સાથે આવ્યો અને તેને ધક્કો મારીને રસ્તા પર પાડી દીધી. જ્યારે તે રસ્તા પર પડી ગઇ ત્યારે વ્યક્તિએ લક્ષ્મી પર એસિડ ફેંકી દીધો.

લક્ષ્મીએ કહ્યું કે ભગવાનની કૃપાથી મને તે હુમલાની શંકા જતા મેં મારી આંખોને તે સમયે તુરંત જ હાથ વડે ઢાંકી દીધી જેથી મારી આંખો બચી ગઇ. તેણે ઘટના અંગે વધુ જણાવતા કહ્યું કે પહેલા તો મને કંઇક ઠંડુ લાગ્યુ પણ પછી મારૂં શરીર બળવા લાગ્યુ અને થોડી સેકન્ડ્સમાં જ મારા ચહેરા તેમજ કાનના ભાગેથી માંસ પીગળીને જમીન પર પડવા લાગ્યુ. એસિડ એટલી હદે જ્વલનશીલ હતુ કે ચામડીની સાથે મારા હાંડકા પણ પીગળવા લાગ્યા હતા. લક્ષ્મીએ કહ્યું કે તે બે મહિનાથી વધુ સમય રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ હતી. હોસ્પિટલમાંથી ઘરે ગયા બાદ જ્યારે તેણે ચહેરો જોયો ત્યારે તેને અહેસાસ થયો કે તેની જીંદગી હવે દોજખ બની ગઇ છે.

આલોક બન્યો હમસફર
આ ઘટના બાદ લક્ષ્મી લાંબા સમય સુધી પુરૂષોથી નફરત કરવા લાગી હતી. તેણે કહ્યું કે પ્રેમ નામના શબ્દથી તેને ડર લાગવા લાગ્યો હતો. પરંતુ જ્યારે આલોક દિક્ષીત તેમના જીવનમાં આવ્યા ત્યારબાદ પુરૂષો પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ બદલાઇ ગયો. આલોક દિક્ષીત કાનપુરના છે, અને ભૂતકાળમાં પત્રકાર રહી ચૂક્યા છે. તેમની મુલાકાત લક્ષ્મી સાથે તેજાબ હુમલાને રોકવાના એક આંદોલન દરમ્યાન થઇ અને ત્યારબાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. હવે આ બંને દિલ્હીના એક વિસ્તારમાં રહે છે, અને એસિડ હુમલાના પિડીતો માટે લડત ચલાવી રહ્યાં છે.

લક્ષ્મી પહેલા અને અત્યારે

લક્ષ્મી પહેલા અને અત્યારે

એસિડ હુમલો, હેવાનીયતનો એક એવો ચહેરો છેકે જેમાંથી બહાર આવવુ મુશ્કેલ જ નહિં અશક્ય પણ છે. તેમ છતા આ હુમલાઓ થઇ રહ્યાં છે.

પુરૂષોથી નફરત થઇ ગઇ હતી

પુરૂષોથી નફરત થઇ ગઇ હતી

લક્ષ્મીએ કહ્યું કે તે લાંબા સમય સુધી પુરૂષોથી નફરત કરતી રહી હતી. પરંતુ આલોકને મળ્યાં બાદ તેની નફરત દુર થઇ ગઇ.

જીવન બદલાઇ ગયુ

જીવન બદલાઇ ગયુ

તેજાબ હુમલાએ જીવન પ્રત્યે મોટો બદલાવ લાવી દીધો. ત્યારબાદ આલોક દિક્ષીતે જીવનને નવી પરિભાષા આપી.

કાનપુર નિવાસી આલોક

કાનપુર નિવાસી આલોક

આલોક દિક્ષીત કાનપુરના રહેવાસી છે, અને ભૂતકાળમાં તેઓ પત્રકાર હતા. લક્ષ્મી સાથે તેમની મુલાકાત એસિડ હુમલા રોકવાની લડત દરમ્યાન થઇ. મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ.

તેજાબ હુમલાના કિસ્સા વધી રહ્યાં છે

તેજાબ હુમલાના કિસ્સા વધી રહ્યાં છે

માત્ર થોડો તેજાબ કોઇ પણ માસુમની જીંદગી બગાડી નાખે છે. એસિડ હુમલાઓની વધી રહેલી સંખ્યા ચિંતાનો વિષય છે.

પ્રેમના ગીતો

પ્રેમના ગીતો

લક્ષ્મી સિંગર બનવા માંગતી હતી, એસિડ હુમલા બાદ પ્રેમના ગીતો તો ગાતી હતી, પરંતુ શબ્દો તેના માટે નિર્જીવ હતા. પણ આલોક દિક્ષીતે તે શબ્દોને જીવંત કર્યાં.

લક્ષ્મી

લક્ષ્મી

લક્ષ્મી સાથે આ ભયાનક ઘટના ભરબજારમાં થઇ હતી.

પિડીતાને મદદ

પિડીતાને મદદ

પિડીતાને તરત જ મદદ મળવી જોઇએ. સાથે જ તે મદદ એવી હોવી જોઇએ કે જેથી પિડીતા સન્માન સાથે પોતાનુ જીવન જીવી શકે.

ક્યારે બદલાશે સમાજ

ક્યારે બદલાશે સમાજ

આખરે એક સવાલ- આત્માને બાળીને ખાખ કરી દેનાર જવાબદાર કોણ? સરકાર, સમાજ કે આપણે બધાં.

આંખો બચી ગઇ

આંખો બચી ગઇ

ભગવાનની કૃપા કે હુમલાનો અંદાજ આવી જતા લક્ષ્મીએ આંખોને પોતાના હાથ વડે ઢાંકી દીધી હતી અને તેના કારણે લક્ષ્મીની આંખ બચી ગઇ.

English summary
Story of acid attack victim Laxmi of Delhi. She is now in relationship with Alok Dixit. Both are now fighting against this gruesome crime act.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X