For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરોધ વચ્ચે શિક્ષણમંત્રીએ કહ્યુ - NEET અને JEE પરીક્ષાના સમર્થનમાં છે છાત્રો

શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે પરીક્ષાર્થી પરીક્ષાના સમર્થનમાં છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ NEET 2020 ટેસ્ટ અને JEE મેઈન્સ પરીક્ષા અંગે રાજકીય પક્ષો ભલે રસ્તા પર ઉતરી આવ્યા હોય પરંતુ પરીક્ષા સ્થગિત કરવાની માંગ વિશેના વિરોધ પર રાજકીય પક્ષોને શુક્રવારે જવાબ આપતા શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે પરીક્ષાર્થી પરીક્ષાના સમર્થનમાં છે. આના માટે શિક્ષણ મંત્રીએ એનટીએ ડીજી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ ડેટાનો હવાલો આપ્યો છે.

8.58 લાખમાંથી 7.5 લાખ JEE સ્ટુડન્ટસે ડાઉનલોડ કર્યા એડમિટ કાર્ડ

8.58 લાખમાંથી 7.5 લાખ JEE સ્ટુડન્ટસે ડાઉનલોડ કર્યા એડમિટ કાર્ડ

શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વિટ દ્વારા જણાવ્યુ કે એનટીએ ડીડીના જણાવ્યા મુજબ JEE મેઈન્સમાં બેસનાર કુલ 8.58 લાખ પરીક્ષાર્થીઓમાંથી 7.5 લાખે જેઈઈના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે જ્યારે નીટ 2020 ટેસ્ટમાં બેસનાર 15.97 લાખ પરીક્ષાર્થીઓમાંથી લગભગ 13 લાખે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. જે દર્શાવે છે કે સ્ટુડન્ટ્સ પરીક્ષાના સમર્થનમાં છે અને તે કોઈ પણ કિંમતે પરીક્ષામાં બેસવા ઈચ્છે છે.

જેઈઈ માટે સેન્ટરને 570માંથી વધારીને 660 કરી દેવામાં આવ્યા

આ પહેલા શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યુ હતુ કે કોરોના મહામારીના કારણે પરીક્ષામાં શામેલ થનાર છાત્રોની સુવિધાને જોતા જેઈઈ માટે સેન્ટરને 570માંથી વધારીને 660 કરી દેવામાં આવ્યા છે જ્યારે નીટ 2020 ટેસ્ટ માટે 2,546ની જગ્યાએ 3,843 સેન્ટર બનાવવામાં આવ્યા છે. એટલુ જ નહિ છાત્રોને પસંદગીના પરીક્ષા સેન્ટર પણ આપવામાં આવ્યા છે અને પરીક્ષાર્થીઓ માટે જારી કરવામાં આવેલ ગાઈડલાઈનનુ કડકાઈથી પાલન કરાવવામાં આવશે.

નીટ અને જેઈઈ પરીક્ષા મહામારીમાં કરાવવાના વિરોધમાં છે વિવિધ પક્ષો

નીટ અને જેઈઈ પરીક્ષા મહામારીમાં કરાવવાના વિરોધમાં છે વિવિધ પક્ષો

નીટ અને જેઈઈ પરીક્ષા કોરોના સંકટના સમયે કરાવવાના વિરોધમાં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પરીક્ષાને ઈમરજન્સીની નસબંધી ગણાવી દીધી હતી. વળી, પશ્ચિમ બંગાળાના સીએમ મમતા બેનર્જી, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક બાદ હવે કોંગ્રેસે પણ પરીક્ષાના વિરોધમા ઉતરીને કાલે એટલે કે 28 ઓગસ્ટે દેશવ્યાપી પ્રદર્શન કરવાનુ એલાન કર્યુ છે. 28 તારીખે કોંગ્રેસ રાજ્ય અને જિલ્લા મુખ્યાલયો પર સવારે 11 વાગે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.

ઉમેદવારોએ પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવુ પડશે

ઉમેદવારોએ પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવુ પડશે

દરેક ઉમેદવારે એડમિટ કાર્ડ પર સોશિયલ ડિસ્ટંસીંગ માટે નિર્દેશ આપવામાં આવશે. ઉમેદવારોને પ્રવેશના સમયે થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવુ પડશે. તાપમાન 37.4 ° C / 99.4 ° F હોવા પર જ છાત્રોને રજિસ્ટ્રેશનમાં આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે. જો તાપમાન સામાન્યથી વધુ હશે તો ઉમેદવારોને એક અલગ રૂમમાં પરીક્ષા આપવી પડશે.

પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રમાં માસ્ક, ગ્લવ્ઝ, પાણીની બોટલ લાવવી પડશે

પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રમાં માસ્ક, ગ્લવ્ઝ, પાણીની બોટલ લાવવી પડશે

દરેક છાત્રએ એ જાહેર કરવાનુ રહેશે કે તે કોવિડ-19થી પીડિત નથી અથવા હાલમાં જ તે આવા કોઈ દર્દીના સંપર્કમાં નથી આવ્યા. પ્રત્યેક છાત્રએ માસ્ક, ગ્લવ્ઝ, પાણીની બોટલ અને હેન્ડ સેનિટાઈઝર લઈને આવવુ પડશે. પરીક્ષા કેન્દ્ર પર કોઈ પાણી કાઢવાનુ મશીન નહિ હોય. છાત્રો વચ્ચે ઓછામાં ઓછુ 6 ફૂટનુ અંતર રહેશે.

રિયાના દાવા પર ભડકી અંકિતા, Video શેર કરીને પૂછ્યુ, શું આ ક્લસ્ટ્રોફોબિયા છે?રિયાના દાવા પર ભડકી અંકિતા, Video શેર કરીને પૂછ્યુ, શું આ ક્લસ્ટ્રોફોબિયા છે?

English summary
Students are in support of NEET and JEE mains exams said education minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X