For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદ્યાર્થીઓએ CBSE 12ની પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ ઉઠાવી

વિદ્યાર્થીઓએ CBSE 12ની પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ ઉઠાવી

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીની બીજી લહેરને પગલે CBSE 12માની પરીક્ષા ફરી એકવાર સ્થગિત થતી દેખાઈ રહી છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે મે મહિનામાં પરીક્ષાની નવી તારીખો આવી જશે, પરંતુ હવે કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે 12માની પરીક્ષા જુલાઈ મહિનામાં અથવા તો ઑગસ્ટમાં આયોજિત કરવામાં આવી શકે છે.

exam

ટ્વીટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ

12મા બોર્ડની પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ પણ સતત પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પીએમઓ અને શિક્ષણ મંત્રાલયને આ માંગો સાથે ટ્વીટ કરી રહ્યા છે. આ દરમ્યાન CBSEના એક અધિકારીએ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા જણાવ્યું કે શિક્ષણ મંત્રાલય જૂન સુધી હાલાત ઠીક થવાનો ઈંતેજાર કરી રહ્યું છે, પરીક્ષા સ્થગિત કરવાને લઈ હજી સુધી નિર્ણય લેવાયો નથી. ઉમ્મીદ છે કે પરીક્ષાઓને લઈ જૂનમાં કોઈ ફેસલો લેવામાં આવી શકશે. જો કે અધિકારીઓએ એવા પણ સંકેત આપ્યા કે જો સ્થિતિ ખરાબ થાય છે તો 10માની જેમ અસેસમેન્ટ પ્લાન પર વિચાર કરવામાં આવી શકે છે, પરંતુ અત્યારે આ વિશે વાત કરવી ઉતાવળું પગલું હશે.

અધિકારીઓનું કહેવું છે કે જો પરીક્ષા જુલાઈમાં આયોજિત ના કરી શકાય તો અમે પરીક્ષા આયોજિત કરવામાં વિલંબ ના કરી શકીએ. કેમ કે પરીક્ષાની આખી પ્રક્રિયામાં એક મહિનાથી વધુનો સમય લાગે છે, જેમાં કૉપી ચેક કરવી અને પછી રિઝલ્ટ ઘોષિત કરવાં વગેરે પ્રક્રિયા લાંબી હોય છે.

English summary
students demanded to cancellation CBSE 12th examinations
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X