For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના શપથ ગ્રહણ પહેલા સુબ્રમણ્યમ સ્વામીની છલકાઈ પીડા

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે, તેમની સાથે ઘણી મંત્રી પણ શપથ લેશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પીડા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે, તેમની સાથે ઘણી મંત્રી પણ શપથ લેશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પીડા વ્યક્ત કરી છે. સ્વામીએ પીએમ મોદીના શપથ ગ્રહણ પહેલા પોતાનું દુઃખ વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યુ કે મારે પોતાના નામની આગળ ચોકીદારની જગ્યાએ મજૂર શબ્દ જોડી લેવો જોઈએ કારણકે હું તમામ કેસ લડીને પાર્ટી માટે મંઝિલની બિલ્ડીંગ ઉભી કરુ છુ પરંતુ પોતાને રહેવા માટે મને આરામદાયક ફ્લેટ નથી મળતો. સ્વામીનો ઈશારો તેમને સરકારમાં મંત્રીમંડળ ના મળવા તરફ છે. જો તેમણે ખુલીને વાત નથી કરી પરંતુ તેમના ટ્વીટથી સ્પષ્ટ છે કે તે મોદી સરકારમાં શામેલ થવા માંગે છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના શપથ ગ્રહણમાં શામેલ થશે કોંગ્રેસઃ ગુલામ નબી આઝાદઆ પણ વાંચોઃ પીએમ મોદીના શપથ ગ્રહણમાં શામેલ થશે કોંગ્રેસઃ ગુલામ નબી આઝાદ

કૃષ્ણએ આપ્યો હતો અર્જૂનને જવાબ

કૃષ્ણએ આપ્યો હતો અર્જૂનને જવાબ

સ્વામીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે તેમને કેમ આટલી મહેનત બાદ પણ સારો ફ્લેટ રહેવા માટે નથી મળતો. તેમણે મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે યુદ્ધ બાદ ભગવાન કૃષ્ણ અર્જૂનને આ સવાલનો જવાબ આપે છે. તમને જણાવી દઈએ કે આજે નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. મોદી સાથે તેમના મંત્રીમંડળના સાથી પણ મંત્રીપદના શપથ લેશે.

કામ કરાવવા માટે બે બોલિવુડ અભિનેત્રીઓની માંગ કરે

કામ કરાવવા માટે બે બોલિવુડ અભિનેત્રીઓની માંગ કરે

વળી, સુબ્રમણ્યમ સ્વામી મોટો ખુલાસો કરી શકે છે. પોતાના ટ્વીટર હેન્ડલ પર સ્વામીએ આ વાતના સંકેત આપ્યા કે શું કોઈ મંત્રીને એ વાત માટે સજા થઈ શકે છે જો તે કોઈ કામ કરાવવા માટે બે બોલિવુડ અભિનેત્રીઓની માંગ કરે. જો કે સ્વામીએ પોતાના ટ્વીટમાં આ મંત્રીના નામનો ખુલાસો કર્યો નથી પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે સ્વામી જલ્દી આ મંત્રીના નામનો ખુલાસો કરી શકે છે.

વિપક્ષની મુશ્કેલીઓ વધી શકે

સ્વામીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે હું ભ્રષ્ટાચાર વિરોધી એક્ટની તપાસ કરી રહ્યો છુ કે શું શું કોઈ મંત્રીને એ વાત માટે સજા થઈ શકે છે જો તે કોઈ કામ કરાવવા માટે બે બોલિવુડ અભિનેત્રીઓની માંગ કરે. તેમણે આ બાબતે લોકોના સૂચન માંગ્યા છે. સ્વામીના સવાલના જવાબમાં ડૉક્ટર અશોક ધમીજાએ લખ્યુ છે કે હા, આવો કાયદો છે. સ્વામી સતત એવા દાવા કરતા આવ્યા છે જેથી વિપક્ષની મુશ્કેલીઓ વધી શકે. પરંતુ આ વખતે જોવાનું એ રહેશે કે તેમના નિશાના પર કોણ છે.

English summary
Subramanian swamy express his grief before swearing ceremony of Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X