તમિલનાડુઃ રાજકારણમાં નવો વળાંક, રાજ્યપાલની મુશ્કેલીઓ વધી

Written By:
Subscribe to Oneindia News

તમિલનાડુ ના રાજકારણીય સંકટ અંગે ટિપ્પણી કરતાં ભાજપના એમપી સુબ્રમણ્યમ સ્વામી એ કહ્યું કે, તેઓ તમિલનાડુના રાજ્યપાલ વિરુદ્ધ અરજી દાખલ કરી શકે છે. તેમણે આ અંગે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું છે અને તમિલનાડુના રાજ્યપાલને ખરીદ-વેચાણ માટે ઉશ્કેરવાના ચાર્જ સથે અરજી દાખલ કરવાની ધમકી આપી છે. તો બીજી બાજુ શશિકલા ના જૂથે પણ રાજ્યપાલ પર આરોપ લગાવતા કહ્યું છે કે, રાજ્યપાલ શશિકલાને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં ખૂબ વાર લગાડી રહ્યાં છે.

subramaniam swamy

શશિકલાએ તમિલનાડુના રાજ્યપાલને આ વાતે ધમકી આપતાં કહ્યું છે કે, જો તેઓ આમ જ પોતાનો નિર્ણય લેવામાં વાર કરશે, તો શશિકલા ભખ હડતાલ કરશે. એવી પણ ખબરો આવી હતી કે કર્ણાટક આવકથી વધુ સંપત્તિના કેસમાંથી જયલલિતાનું નામ ખસેડવા જઇ રહ્યું છે. જો કે, કર્ણાટક લીગલ ટીમના સૂત્રો અનુસાર આવી કંઇ થનાર નથી.

ops sasikala

બીજી બાજુ એઆઇએડીએમકે ના નેતા અને તમિલનાડુના અસ્થાયી મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ નું કદ આ લડાઇમાં સતત વધી રહ્યું છે. પન્નીરસેલ્વમને ઘણાં સાંસદોનું સમર્થન મળી રહ્યું છે. માત્ર રવિવારના દિવસે જ પન્નીરસેલ્વમને 5 સાંસદોનું સમર્થન પ્રાપ્ત થયું છે. અભિનેતા અને પૂર્વ સાંસદ રામારાજને પણ પન્નીરસેલ્વમના વખાણ કરતાં કહ્યું કે, તેઓ એમજીઆરના રસ્તે ચાલી રહ્યાં છે.

અહીં વાંચો - Video: મોદીના નિવેદન પર સપા નેતાએ રેઇનકોટ પહેરી બાથરૂમમાં કર્યું સ્નાન

રવિવારે પાર્ટીના સાંસદ બી.સેંગુત્તુવન, જયસિંહ ત્યાગરાજ નટર્જી અને આર.પી.મરથુરાજા પન્નીરસેલ્વમના ઘરે ગયા હતા. તો વળી એક દિવસ પહેલાં શનિવારના રોજ શિક્ષા મંત્રી કે.પંડિયારાજન, નમક્કલ સાંસદ પી.આર.સુંદરમ અને કૃષ્ણાગિરીના સાંસદ અશોક કુમાર પણ પન્નીરસેલ્વમના સમર્થનમાં હોવાની ઘોષણા કરી ચૂક્યાં છે.

English summary
Subramanian Swamy threatens Tamil nadu governor to drag in court.
Please Wait while comments are loading...