ભારતીય સેનાની તાકાતમાં વધારો, બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું પરીક્ષણ સફળ થયું

ભારતીય સેનાની તાકાતમાં વધારો, બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું પરીક્ષણ સફળ થયું

ભારતીય સુરક્ષા બળોના હથિયારોના બેડામાં હવે વધુ એક ખતરનાક મિસાઈલ સામેલ થઈ ગઈ છે. બુધવારે ભારતે ઓરિસ્સાના તટથી દૂર એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર સપાટીથી સપાટી પર અટેક કરતી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 5નું સફળ પરીક્ષણ કર્યું છે. અગ્નિ 5 જમીન પર 5000 કિમી દૂર બેઠેલા પોતાના દુશ્મન પર સટીક નિશાનો લગાવી શકે છે. આ મિસાઈલની રેન્જમાં ચીન- પાકિસ્તાનના કેટલાંય મોટાં શહેર આવે છે. અગ્નિ 5 સફળ પરીક્ષણથી ભારતીય સેનાની તાકાત કેટલાય ગણી વધી ગઈ છે.

ballistic missile

જણાવી દઈએ કે ભારતે અગ્નિ-5 મિસાઈલ ઈંટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલની શ્રેણીમાં આવે છે. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પર જમીનથી જમીન પર માર કરતી મિસાઈલ અગ્નિ-5નું પરીક્ષણ 27 ઓક્ટોબરની સાંજે 7.50 વાગ્યે થયું. આ સફળ ટેસ્ટ સાથે જ ભારતે ચીનને આકરો સંદેશો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષથી પણ વધુ સમયથી એલએસીની નજીક ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈ તણાવ ચાલુ છે.

જ્યારે બીજી તરફ અગ્નિ 5ના પરીક્ષણથી પાકિસ્તાનને પણ આકરો સંદેશો મળ્યો હશે, જે સતત સીઝફાયરનું ઉલ્લંઘન અને આતંકીઓને સીમા પાર કરાવી રહ્યું છે. જણાવી દઈએ કે ચીન-પાકિસ્તાને ગત કેટલાક દિવસોથી સીમા નજીક સૈન્ય ગતિવિધિઓ વધારી દીધી છે. આવા સમયે ભારતનું અગ્નિ 5 મિસાઈલનું પરીક્ષણ તેના દુશ્મનો માટે આકરી ચેતાવણી છે. અગ્નિ 5 લૉન્ચ માટે ત્રણ ચરણો વાળા ઠોસ ઈંધણ વાળા એન્જીન ઉપયોગ કરે છે. આ 5000 કિમી સુધીની દૂરી પર લક્ષ્યને સટીકતાથી ભેદવામાં સક્ષમ છે. અગ્નિ 5નું સફળ પરીક્ષણ વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતાની નીતિ આધારિત છે. જે પરમાણુ હથિયારોનો પહેલાં ઉપયોગ ના કરવાના વચનને હાઈલાઈટ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X