For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપીનાથ મુંડેના લીધે થયું હતું ભાજપ-શિવસેના વચ્ચે ગઠબંધન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gopinath-munde
નવી દિલ્હી, 3 જૂન: મંગળવારે જેવા જ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું હોવાના સમાચાર આવ્યો કોઇએ એક મિનિટ માટે વિશ્વાસ કર્યો નહી. ગત 47 વર્ષોથી રાજકારણમાં સક્રિય હતા અને 37 વર્ષની ઉંમરથી તે દરેક ચૂંટણી જીતતા હતા.

ગોપીનાથ મુંડેનું આકસ્મિક મોત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે એક મોટું નુકસાન છે કારણ કે ગોપીનાથ મુંડે મહારાષ્ટ્રના રાજકારણમાં એક એવું કદ ધરાવતા હતા કે જેના લીધે પાર્ટી મહારાષ્ટ્રમાં પોતાની પકડને મજબૂત કરી હતી. આ ઉપરાંત ગોપીનાથ મુંડેના નેતૃત્વમાં ભાજપ આગામી કેટલાક મહિનાઓમાં યોજાનારે વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી. એ વાતની સંભાવના હતી કે ગોપીનાથ મુંડે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી પણ બની શકતા હતા.

65 વર્ષના ગોપીનાથ શિક્ષણ પુરૂ કર્યા બાદ સંઘ સાથે જોડાઇ ગયા હતા. પછી અહીંથી તેમનું રાજકીય જીવન પણ શરૂ થયું. ખેડૂત પરિવારમાંથી આવનાર ગોપીનાથ મુંડે ટૂંક સમયમાં જ જમીની નેતા તરીકે ઓળખ બનાવવા લાગ્યા. 37 વર્ષની ઉંમરમાં જ તે જનપ્રતિનિધિ ચૂંટાઇ રહ્યા હતા.

1980 થી 2009 વચ્ચે પાંચ વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહ્યા. 1995માં તે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી પણ રહ્યાં. 2014માં બીડથી લોકસભા માટે ચૂંટાયા. તે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી પણ રહ્યાં. તે એકદમ સરળ અને મૃદુભાષી હતા. તેમના અચાનકથી સંસારમાંથી જતા રહેવાથી તેમના મિત્રો, પરિવાજનો અને પ્રશંસકો સ્તબ્ધ છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર તો તેમનું સ્મરણ કરતાં રડી પડ્યા.

ગોપીનાથ મુંડે તે જ વ્યક્તિ હતા જેના લીધે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થઇ શક્યું હતું. શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેની સાથે ગોપીનાથ મુંડેની સાથે અંગત સંબંધ હતા. સન 1970માં શિવસેનાએ હિન્દુત્વના એજન્ડા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે ગોપીનાથ મુંડે પ્રમોદ મહાજનની સાથે કોલેજ સ્તરના રાજકારણમાં સક્રિય હતા.

શિવસેનાએ વર્ષ 1995માં ભાજપની સાથે ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણી લડી હતી અને પાર્ટીને એક મોટી જીત પ્રાપ્ત થઇ હતી. વર્ષ 1999થી ભાજપ શિવસેના ગઠબંધનને મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવી હતી. ગોપીનાથ મુંડે ભાજપ અને શિવસેના વચ્ચે એક મહત્વપૂર્ણ કડીની માફક હતા. બંને પાર્ટીઓનું ગઠબંધન હાલ બીએમસીમાં સત્તાધારી પાર્ટી છે. નિશ્વિતપણે ગોપીનાથ મુંડેની સાથે ભાજપે મરાઠવાડાથી આવનાર પોતાના એક મોટા નેતા ગુમાવી દિધા છે.

English summary
Sudden departure of cabinet minister Gopinath Munde is great lose for BJP. He was the leader because of whom the alliance between BJP and Shiv Sena could have been possible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X