Money Laundering Case: પહેલી વાર સામ-સામે આવ્યા જૈકલીન અને સુકેશ, જાણો કોર્ટમાં શુ થયુ
બોલિવૂડ અભિનેત્રી જૈકલીન પર્નાડીસ 200 કરોડના મની લોડ્રીગ કેસમાં ફસાઇ ગઇ છે. ઇડી દ્વારા સુકેશ 200 કરોડના કેસમાં જૈકલીન ફર્નાડીસના નામનો પણ સમાવેશ કર્યો છે. ત્યારે દિલ્હીની કોર્ટમાં તેની સામે કેસ ચાલી રહ્યો છે.
200 કરોડનાં કૌભાડ મામલે જૈકલીન ફર્નાડિસ મુશ્કેલી થમવાાનું નામ નથી લેતી અત્યારે તે દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં હાજર છે જ્યાં ઇડી દ્વારા તેની સતત પુછ પરછ કરવામાં આવી રહી છે. પટીયાલા હાઉસ કોર્ટમાં આ મામલાની કાર્યવાહી શરુ થઇ ચૂકી છે. અને સુકેશ અને જૈકલીન બંને આ વખતે કોર્ટ રૂમમાં પહેલીવાર આમને સામને આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, સુકેશ ચંદ્રશેખરના મની લોડ્રીંગ કેસમાં ફસાયેલી જેકલીન ફર્નાડીસની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છએ. જો કે, હાલમાં કોર્ટરૂપમાં એક્ટ્રેસને લગાતાર સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છએ. આ સુનવણીમાં આજે પહેલી વાર જૈકલીનની સાથે સુકેશ ચંદ્રશેખર પણ હાજર હતા. કોર્ટમાં સુનવણી દરમિયાન બંને કોર્ટ રૂપમાં હાજર રહ્યા હતા.
કોર્ટ રૂમમાં જૈકલીન ફર્નાડિસે વિદેશ જાવાની પરવાંગી માંગી છે. જેના પર કોર્ટે 22 ડિસેમ્બર સુધીમાં વિચાર કરીને નિર્ણય કરશે. આ પહેલા જૈકલીન પર ગુપચુપ દેશ છોડવાનો આરોપ લાગ્ય હતો. ઇડીનો આરોપ હતો કે, એક્ટ્રેસ પરવાંગી લીધા વગર વિદેશ જવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, હવે જોવાનું એ રહ્યુ શઉ કોર્ટ તેને જવાની પરવાંગી આપશે.
ઠગ સુકે ચંદ્રશેખર પાસે 200 કરોડ રૂપિયામાં મની લોન્ડ્રીગ મામલે આ પહેલા 12 ડિસેમ્બરે પણ જૈકલીન દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઇ હતી. ઇડીએ આરોપ નક્કી કરતા પહેલા એક્ટ્રેસને પુછ પરછ કરી હતી. સુનવણીની તારીખ 20 ડિસેમ્બર સુધી ટાળી દિધી છે. હાલમાં સુકેશ ચંદ્રશેખરને તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
