For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુખબીર સિંહ બાદલે નવજોત સિંહ સિદ્ધુને ગણાવ્યા મિસગાઈડેડ મિસાઈલ, બોલ્યા - તમે પ્લીઝ મુંબઈ જતા રહો

પંજાબના રાજકારણમાં ઉથલ-પાથલ મચેલી છે. કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા આંતર કલેશ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ઉથલ-પાથલ મચેલી છે. કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલા આંતર કલેશ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. જે રીતે પહેલા કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રીના પદેથી રાજીનામુ આપ્યુ ત્યારબાદ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપીને પાર્ટીની અંદર હલચલ મચાવી દીધી. એટલુ જ નહિ સ્થિતિ કોંગ્રેસ માટે વધુ મુશ્કેલી બની રહી છે, નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં એક-એક કરીને ઘણા નેતા સતત રાજીનામા આપી રહ્યા છે. આ બધા વચ્ચે શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે નવજોત સિંહ સિદ્ધુ પર નિશાનલ સાધીને તેને મિસાગાઈડેડ મિસાઈલ ગણાવી છે.

punjab

સુખબીર સિંહ બાદલે કહ્યુ કે મે પહેલા પણ કહ્યુ હતુ કે નવજોત સિંહ સિદ્ધુ મિસગાઈડેડ મિસાઈલ છે જેનાથી એ નથી ખબર પડતી કે એ કયાં જશે અને કેવી રીતે મારશે. પહેલા તેમણે કેપ્ટન અમરિંદર સિંહને બરબાદ કર્યા, પછી પંજાબના અધ્યક્ષ બન્યા અને પાર્ટીને સાફ કરી દીધી. મે પહેલા જ ચેતવ્યા હતા કે સિદ્ધુ કયા પ્રકારના વ્યક્તિ છે. પંજાબમાં દરેક વ્યક્તિ જાણે છે કે તે ક્યા પ્રકારના વ્યક્તિ છે. તે અહંકારી છે, જો પંજાબને બચાવવુ હોય તો હું સિદ્ધુ સાહેબને અપીલ કરુ છુ કે તે મુંબઈ જતા રહે.

તમને જણાવી દઈએ કે સિદ્ધુના રાજીનામા બાદ પંજાબના સંકટને ઉકેલવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડે સક્રિયતા વધારી દીધી છે. સતત મોટુ નેતૃત્વ સિદ્ધુને મનાવવાની કોશિશ કરી રહ્યા છે અને હજુ સુધી તેમણે તેમના રાજીનામાનો પણ સ્વીકાર કર્યો નથી. વાસ્તવમાં સિદ્ધુ ખુદને પંજાબના મુખ્યમંત્રી પદના દાવેદાર માને છે. પરંતુ જે રીતે ચન્નીનો રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને સુખવિંદર રંધાવાને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તેનાથી સિદ્ધુ ખુશ નથી. રંધાવા અને સિદ્ધુ બંને જાટ છે, એવામાં રંધાવાના ઉપમુખ્યમંત્રી બનવાથી સિદ્ધુ ખુદના માટે તેને જોખમ માની રહ્યા છે. એટલુ જ નહિ ચન્નીના કેબિનેટ વિસ્તારમાં પણ સિદ્ધુને ખાસ દખલ નહિ નહિ દઈ શકે. માનવામાં આવી રહી છે કે આ બધા કારણોથી સિદ્ધુએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ. જો કે સિદ્ધુનુ કહેવુ છે કે તે કોંગ્રેસ કાર્યકર્તા તરીકે કામ કરતા રહેશે.

English summary
Sukhbir Singh Badal calls Navjot Singh Sidhu misguided missile appealed him to go to Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X