For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના તટ નજીક પહોંચ્યું અમ્ફાન તોફાન, તેજ વરસાદનું અલર્ટ

પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના તટ નજીક પહોંચ્યું અમ્ફાન તોફાન, તેજ વરસાદનું અલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન અમ્ફાન હવ સુપર સાઈક્લોનનું રૂપ લઈ ચૂક્યું છે, જેણે પશ્ચિમ બંગાળ અન ઓરિસ્સાના તટ પર દસ્તક આપી દીધી છે. પશ્ચિમી મધ્ય બંગાળની ખાડી ઉપરથી પસાર થતા આ બંગાળ અને ઓરિસ્સાના તટ પર પહોંચી ચૂક્યું છે અને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ ચૂક્યું છે. હવામાન વિભાગ આજ તેને લઈ ચેતવણી જાહેર કરી છે, આ તોફાન આજે ભારે તબાહી મચાવી શકે છે, જેને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે.

હાઈ અલર્ટ

હાઈ અલર્ટ

તોફાનને પગલે આજે ભારે વરસાદની આશંકા છે, બંગાળ અને ઓરિસ્સાના કેટલાય વિસ્તારોમાં આજે ભારે વરસાદ શરૂ થઈ ગયો છ. બીજી તરફ અમ્ફાનને જોતા આસામ સરકારે પણ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના જે વિસ્તારોમાં ખતરો છે ત્યાં લાખો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા હાઈ અલર્ટ પર છે. હવામાન વિભાગ તરફથી જે બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે તેમા કહેવામાં આવ્યું છે કે ઓરિસ્સાના પારાદીપથી 520 કિમી દક્ષિણમાં પશ્ચિમ બંગાળના દીઘા અને દક્ષિણ પશ્ચિમ તોફાનનું કેન્દ્ર રહેશે.

આંધી, તોફાન અને વરસાદે દસ્તક આપી

ઓરિસ્સાના પારાદીપમાં 210 કિમી પ્રતિ કલાકની ગતિથી હવાઓ ચાલી રહી છે. ભદરકમાં આજે ભારે વરસાદ અને તોફાને દસ્તક આપી, માનવામાં આવી રહ્યું છે કે આજે મૂસળધાર વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે આજે સવારે 11 મિલીમીટરનો વરસાદ થયો છે, જે 144.1 મિલીમીટર સુધી પહોંચી શકે છે. જ્યારે પ્રશાસન તરફથી અમ્ફાન તોફાનને લઈ પુખ્તા તૈયારી કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે.

એનડીઆરએફની ટીમો તહેનાત

એનડીઆરએફ સેકેંડ કમાંડેંટ હાવડા નીતિશ ઉપાધ્યાયે જણાવ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 19 ટીમને પશ્ચિમ બંગાળમા તહેનાત કરવામાં આવી છે. જેમા 6 ટીમો 24 પરગના જિલ્લા, 4 ટીમ ઈસ્ટ મિદનાપુર, 4 ટીમ કોલકાતા, 3 ટીમ નોર્થ પરગના અને એક ટીમને હુગલી અને હાવડામાં તહેનાત કરવામાં આવી છે. અગાઉ મંગળવારે પીએમ મોદીએ અમ્ફાન તોફાનને ધ્યાનમાં રાખી ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને બંગાળ તથા ઓરિસ્સાને શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

Lockdown: બુધવારે જાણો પેટ્રોલ અન ડીઝલના રેટ શું છેLockdown: બુધવારે જાણો પેટ્રોલ અન ડીઝલના રેટ શું છે

English summary
Super cyclone Amphan hit Odisha West Bengal heavy rain winfall IMD alert issued.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X