For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે જણાવ્યુ - કેમ અચાનક ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, કોવિડ-19ની બીજી લહેર માટે આપી ચેતવણી

કેન્દ્ર સરકારે પોતાની પ્રારંભિક રિસર્ચ બાદ ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસ પાછળનુ કારણ જણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં માર્ચ 2021ના મહિનાથી જ કોરોના વાયરસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં એક દિવસમાં 19 માર્ચે કોવિડ-19ના 39,726 કેસ સામે આવ્યા. જે આ વર્ષના અત્યાર સુધીના સૌથી વધુ આંકડા છે. ભારતમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 1,59,370 થઈ ગઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પોતાની પ્રારંભિક રિસર્ચ બાદ કહ્યુ છે કે ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસની પાછળનુ કારણ હાલમાં મહિનામાં કરવામાં આવેલ લગ્નો હોઈ શકે છે. સરકારે પ્રારંભિક અંદાજના આધારે કહ્યુ કે જ્યારે દેશમાં કોરોનાના કેસ ઘટી ગયા હતા ત્યારે એ દિવસોમાં લોકો એટલા સાવચેત અને સતર્ક નહોતા જોવા મળ્યા. કોરોનાનુ સુપરસ્પ્રેડર થવુ દેશમાં લૉકડાઉનમાં રાહત મળ્યા બાદ થયેલા લગ્નો પણ હોઈ શકે છે.

coronavirus

હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર નીતિ પંચે કથિત રીતે કહ્યુ, 'કોરોનાના સુપરસ્પ્રેડર ઘટનાઓની ભૂમિકા લોકોની ઓછી સાવચેતી રાખવા અને બેદરકારીના કારણે હોઈ શકે છે. કોરોનાના આંકડા ઘટતા જોઈ લોકોએ તેને ગંભીરતાથી ન લીધુ જેટલુ લૉકડાઉન દરમિયાન લીધુ હતુ. આપણે સમજવુ જોઈએ કે વસ્તીનો એક મોટો વર્ગ નબળો છે, ખાસ કરીને ગામોમાં. આપણે આ તબક્કે કોરોનાથી ખુદના બચાવના ઉપાયોગને ઘટાડી ન શકીએ. આપણે કોશિશ કરવાની છે કે લગ્ન, ફંક્શન વગેરે જેવા સામૂહિક સમારંભો ના કરે અને ના તેમાં શામેલ થાય, આ એક સુપરસ્પ્રેડિંગ ઈવેન્ટ બની શકે છે.'

ક્રૉપ ટૉપમાં મલાઈકા અરોરાએ હલાવી પતલી કમર, બોલ્ડ વીડિયોએ જીત્યુ ફેન્સનુ દિલ, જુઓ Video

English summary
Superspreader events like weddings behind recent coronavirus increase in india: Niti Aayog
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X