સુપ્રિમ કોર્ટે આપી આધાર મામલે રાહત, ડેડલાઇન વધી

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે પોતાની જરૂરી સેવાઓને આધાર કાર્ડથી લિંક કરવાને અનિવાર્ય કર્યું છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ તમારે તમારા બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર જેવી આવશ્યક સેવાઓને 31 માર્ચ સુધી આધાર સાથે લિંક કરાવવું જોઇએ. જો કે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રિમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારના આદેશ પર રોક લગાવી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે આધાર અનિવાર્ય કરવા માટે સરકાર ખોટી ઉતાવળ કરી રહ્યું છે. આ મામલે કોર્ટથી નિર્ણય આવે ત્યાં સુધી આધાર લિંક કરવાની તારીખ વધારવાની વાત કોર્ટે કરી છે.

aadhar

પાંચ જજોની બેન્ચ દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. અને હાલ અનિશ્ચિતકાળ સુધી તેની ડેડલાઇન વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ મામલે 31 માર્ચ છેલ્લી તારીખ હતી. અને જે કારણે અનેક લોકોએ પોતાના આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ સાથે લિંક પણ કર્યા હતા. જો કે હવે સુપ્રીમ કોર્ટના આ નવા નિર્ણયથી લોકોને રાહત મળી છે. કોર્ટના નિર્ણય પછી તેની અંતિમ તારીખ હવે 31 માર્ચ નથી રહી. અને આ તારીખને લાંબા સમય માટે વધારવામાં આવી છે.

English summary
Supreme Court says mandatory Aadhaar linking with bank accounts and mobile phones will stand extended indefinitely till the judgement is pronounced.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.