For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા મંદિર અને રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો આજે ફેસલો

સબરીમાલા મંદિર અને રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો આજે ફેસલો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ આજે બે મહત્વના મામલામાં પોતાનો ફેસલો સંભળાવશે. સબરીમાલા મંદિરમાં ખુદ સુપ્રીમ કોર્ટે તમામ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી હતી, જે બાદ કોર્ટે આ ફેસલા વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે. સાથે જ રાફેલ ડીલને લઈ દાખલ કરવામાં આવેલ પુનર્વિાર અરજી પર પણ સુપ્રીમ કોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે.

17 નવેમ્બરે રિટાયર થઈ રહ્યા છે સીજેઆઈ

17 નવેમ્બરે રિટાયર થઈ રહ્યા છે સીજેઆઈ

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ આ બંને મોટા મામલે પોતાનો ફેસલો આજે સવારે 10.30 વાગ્યે સંભળાવશે. આ બંને મોટા ફેસલા સિવાય સુપ્રીમ કોર્ટ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહુલ ગાંધી વિરુદ્ધના અનાદરના મામલે પણ પોતાનો ફેસલો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે સુપરીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ 17 ફેબ્રુઆરીએ રિટાયર થઈ રહ્યા છે, એવામાં તમામ મોટા મુદ્દાઓ પર સતત ફેસલા આવી રહ્યા છે.

સબરીમાલા મંદિર પર ફેસલો

સબરીમાલા મંદિર પર ફેસલો

જણાવી દઈએ કે કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ફેસલો સંભળાવતા 10 વર્ષથી 50 વર્ની ઉંમતર સુધીની મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. કોર્ટના ફેસલા બાદ ભારે પ્રદર્શન થયાં, જે બાદ પુનર્વિચાર અરજી દાખલ કરવામા ંઆવી હતી. આ મામલે કુલ 64 પુનર્વિચાર અરજી દાખલ કરવામા ંઆવી હતી, જેના પર કોર્ટ આજે પોતાનો ફેસલો સંભળાવશે.

રાફેલ ડીલ પર ફેસલો

રાફેલ ડીલ પર ફેસલો

રાફેલ ડીલની વાત કરીએ તો ફ્રાંસથી રાફેલ લડાકૂ વિમાન ખરીદીમાં ભ્રષ્ટાચારના આોપો લાગ્યા હતા. જે બાદ આ મામલે જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે કોર્ટે આ મામલે કહ્યું હતું કે તે આ મામલે દખલગીરી ન કરી શકે અને ખરીદ પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાનો ઈનકાર કરી દીધો. જે બાદ સરકાર પર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી. ત્યારે રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના નેતા મિનાક્ષી લેખીએ અનાદરનો મામલો નોંધ્યો હતો. જણાવી દઈએ કે રાહુલ ગાંધઈએ કહ્યુ્ં હતું કે સુપ્રીમ કોર્ટ માન્યું છે કે ચોકીદાર જ ચોર છે. આ નિવેદન બાદ મીનાક્ષી લેખીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના નિવેદનને રાજનીતિ સાથે જોડી રહ્યા છે. જો કે રાહુલ ગાંધીએ માફીનામું દાખલ કર્યું હતું, પરંતુ કોર્ટે તેમને રાહત ન આપી.

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ફેસલો, RTI અંતર્ગત આવશે ચીફ જસ્ટિસની ઑફિસસુપ્રીમ કોર્ટનો મહત્વનો ફેસલો, RTI અંતર્ગત આવશે ચીફ જસ્ટિસની ઑફિસ

English summary
Supreme Court about to deliver verdict on sabrimala and rafale
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X