For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમકોર્ટે ઉન્નાવ કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યો

ઉન્નાવ રેપ અને પીડિતા સાથે એક્સીડેન્ટ મામલે સુપ્રીમકોર્ટમાં આજે બે વાર સુનાવણી થઇ. ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ આ મામલે સખત પગલાં ભરતા બધા જ કેસોને લખનવથી દિલ્હી ટ્રાન્સફર કરી દીધા છે

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ રેપ અને પીડિતા સાથે એક્સીડેન્ટ મામલે સુપ્રીમકોર્ટમાં આજે બે વાર સુનાવણી થઇ. ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ આ મામલે સખત પગલાં ભરતા બધા જ કેસોને લખનવથી દિલ્હી ટ્રાન્સફર કરી દીધા છે. તેની સાથે સાથે આદેશ પણ આપવામાં આવ્યો છે કે પીડિતાના ઍક્સિડન્ટની તપાસ સીબીઆઈ એક અઠવાડિયામાં પુરી કરે. ત્યારપછી પીડિતાની મેડિકલ રિપોર્ટ જોયા પછી ચીફ જસ્ટિસે વકીલને કહ્યું જો પરિવાર ઈચ્છે તો પીડિતાને દિલ્હી શિફ્ટ કરવામાં આવે, તો તેમને દિલ્હી શિફ્ટ કરી શકાય છે.

supreme court

તેમને કહ્યું કે જો પીડિતા એરલિફ્ટ કરવાની હાલતમાં હોય તો તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવે. પીડિતાની સાથે સાથે ઘાયલ વકીલ માટે પણ આવું જ કરવાનું કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે ચીફ જસ્ટિસે એવું પણ પૂછ્યું કે શુ પીડિતાના પરિવારને સુરક્ષા જોઈએ છે. તેના પર વકીલે અદાલતમાં જણાવ્યું કે પીડિતાને ચાર બહેનો છે, એક માતા છે અને એક કાકા છે, જેમની પત્ની એક્સિડન્ટમાં મૃત્યુ પામી ચુકી છે. આ બધાને સુરક્ષા જોઈએ છે.

પીડિતાની સુરક્ષામાં લાગેલા ત્રણ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

ઉન્નાવ રેપ કેસમાં પીડિતાના રોડ અકસ્માતના મામલે યુપી પોલીસે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ ત્રણ પોલીસકર્મી છે જે પીડિતાની સુરક્ષા માટે ત્યાં હતા. જેમાં 2 મહિલાઓ અને 1 પુરુષ સુરક્ષા કર્મચારીનો સમાવેશ થાય છે. અકસ્માતનાં દિવસે, સુરક્ષામાં ત્રણ પોલીસકર્મીઓ હાજર નહોતા. ફરજ પરની બેદરકારીના કેસમાં ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

English summary
supreme court agree to transfers Unnao cases to Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X