For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, શરતો સાથે વિદેશ જવાની મંજૂરી

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરને સુપ્રીમ કોર્ટમાંથી આજે મોટી રાહત મળી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે તેમને મે-જૂન મહિનાં બિઝનેસના અનુસંધાનમાં અમેરિકા, સ્પેન અને જર્મનીની મુસાફરી કરવાની મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે આઈએનએક્સ મીડિયા કેસમાં કાર્તિ અને પી ચિદમ્બરને કાયદાકીય લડાઈ લડવી પડી રહી છે. આ કેસમાં આ બંને આગોતરા જામીન પર છે.

Karti Chidambaram

સોમવારે જ દિલ્લીની એક અદાલતે કાર્તિ અને પી ચિદમ્બરની ધરપકડ પર 30 મે સુધી રોક લગાવીને આગોતરા જામીન આપી છે. જો કે કાર્તિ ચિદમ્બરને વિદેશ જવાની અનુમતિમાં સુપ્રીમ કોર્ટે ઘણી શરતો લગાવી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ છે કે વિદેશ યાત્રાની આ અનુમતિ પહેલા લગાવેલી શરતોના અનુપાલન પર નિર્ભર કરશે. કોર્ટે કહ્યુ કે તે પોતાની કોઈ પણ સંપત્તિને ન તો વેચી શકે છે અને ના તેને ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત તે પોતાનું કોઈ બેંક ખાતુ પણ બંધ કરી શકશે નહિ.

સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરને મે અને જૂન મહિનામાં અલગ અલગ તારીખો પર વિદેશ પ્રવાસ કરવાની પરવાનગી આપી દીધી છે. વિદેશ જવાની પરવાનગી આપીને સુપ્રીમ કોર્ટની સુરક્ષાના રૂપમાં 10 કરોડ રૂપિયા જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે. સુનાવણી દરમિયાન કાર્તિના વકીલે કહ્યુ કે તમે સુરક્ષા માટે 10 કરોડ રૂપિયા વધુ જમા કરાવી દો. આમાં તમારા ક્લાઈન્ટને કોઈ મુશ્કેલી નહિ થાય.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેમને એક લેખિત આશ્વાસન પણ દાખલ કરવા કહ્યુ છે કે તે પાછા આવશે અને તપાસમાં સહયોગ કરશે. તમને જણાવી દઈએ કે એરસેલ મેક્સિસ કેસ 305 કરોડ રૂપિયાની વિદેશ રકમ પ્રાપ્ત કરવા માટે આઈએનએક્સ મીડિયાને આપવામાં આવેલી વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરી સાથે જોડાયેલુ છે. જેમાં કાર્તિ અને પી ચિદમ્બરમ સાથે ઈડી ઘણી વાર પૂછપરછ કરી ચૂકી છે.

આ પણ વાંચોઃ રેકોર્ડ ટાઈમમાં નિર્ભયા કેસ ઉકેલનાર IPSને અમેરિકાએ આપ્યુ મોટુ સમ્માનઆ પણ વાંચોઃ રેકોર્ડ ટાઈમમાં નિર્ભયા કેસ ઉકેલનાર IPSને અમેરિકાએ આપ્યુ મોટુ સમ્માન

English summary
Supreme Court allows Karti Chidambaram to travel abroad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X