For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા વિવાદઃ SCએ મધ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો, 25 જુલાઈએ આગામી સુનાવણી

અયોધ્યા વિવાદઃ SCએ મધ્યસ્થતા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો, 25 જુલાઈએ આગામી સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ, આ દરમિયાન અરજદારે અદાલતને કહ્યું કે આ મામલે મધ્યસ્થતા કામ નથી કરી રહી, એવામાં સુપ્રીમ કોર્ટે જ ફેસલો સંભળાવવો જોઈએ, જો કે અદાલત તરફથી કહેવામાં આવ્યું છે કે અમે મધ્યસ્થતા માટે સમય આપ્યો છે, તેની રિપોર્ટ આવવામાં હજુ સમય છે પરંતુ સાથે જ સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટીને આ મામલે રિપોર્ટ જમા કરાવવા કહી દીધું, હવે 25 જુલાઈએ આ મામલે સુનાવણી થશે.

સુનાવણી થઈ

સુનાવણી થઈ

કોર્ટે પેનલને પોતાનો રિપોર્ટ આગલા ગુરુવાર સુધી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવા માટે કહ્યું છે. દેશની સૌથી મોટી અદાલતે કહ્યું કે જો પેનલ કહે છે કે મધ્યસ્થતા કામની સાબિત નથી થતી તો 25 જુલાઈ બાદ ઓપન કોર્ટમાં આની સુનાવણી થશે. જણાવી દઈએ કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલા પર સુનાવણી કરી રહી છે. આ મામલે એક હિંદૂ અરજદારે મધ્યસ્થતા પ્રક્રિયાને રોકવાની માંગ કરતા કહ્યું હતું કે આમાં કંઈ પરિણામ નથી નીકળી રહ્યું, તેમણે આ મામલે ફરીથી સુનાવણી કરવાની માંગણી કરી હતી, આજે સવારે 10.30 વાગ્યે આ માંગણી પર જ સુનાવણી થઈ. પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે મધ્યસ્થતામાં કોઈ ઠોસ પ્રગતિ ન હોવાની વાત કહેતા કોર્ટ સમક્ષ મુખ્ય મામલે જલદી સુનાવણી કરવાની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી

જણાવી દઈએ કે અયોધ્યા અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મધ્યસ્થતાથી ઉકેલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આના માટે કોર્ટે ત્રણ સભ્યોની એક સમિતિ રચી જેને કેમેરાની દેખરેખમાં કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચવાાં આવેલ આ કમિટીમાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એફએમઆઈ કલીફુલ્લા ઉપરાંત આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે.

અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો

અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો

ઉલ્લેખનીય છે કે અયોધ્યા અને બાબરી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 2010માં ફેસલો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે વિવાદાસ્પદ 2.77 એકર ભૂમિને ત્રણ પક્ષકારો- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલા વચ્ચે બરાબર વહેંચવાનો ફેસલો સંભળાવ્યો હતો.

નાણા મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર રોક લાગી, એડિટર્સ ગિલ્ડ બોલ્યા- પ્રેસની આઝાદી પર ખતરોનાણા મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર રોક લાગી, એડિટર્સ ગિલ્ડ બોલ્યા- પ્રેસની આઝાદી પર ખતરો

English summary
supreme court asked mediator panel to submit the report on progress of ayodhya issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X