સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યુ, જમ્મુ કાશ્મીરમાં છેવટે ક્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યુ છે કે છેવટે ક્યાં સુધી તેમનો જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધો ચાલુ રાખવાનો ઈરાદો છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને પૂછ્યુ છે કે છેવટે ક્યાં સુધી તેમનો જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધો ચાલુ રાખવાનો ઈરાદો છે. 5 ઓગસ્ટના રોજ આર્ટિકલ 370ને નિષ્પ્રભાવી કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં લગાવાયેલા પ્રતિબંધો સામે દાખલ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રની સરકારને સવાલ કર્યો છે. કોર્ટ આ કેસમાં 5 નવેમ્બરે ફરીથી સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન કેન્દ્રને પૂછ્યુ ક્યાં સુધી તમે પ્રતિબંધ લાગુ રાખશો. બે મહિના વીતી ચૂક્યા છે. અમને એક નિશ્ચિત સમય આપો અને બીજો કોઈ વિકલ્પ પણ શોધો. અદાલતે કહ્યુ કે ઘણી વાર પ્રતિબંધ લગાવવાના હોય છે પરંતુ પ્રતિબંધોને સમયે સમયે રિવ્યુ પણ કરવા જોઈએ. જસ્ટીસ એન વી રમન્નાએ સમયે સમયે રિવ્યુની વાત કહી તો આના પર કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે જે પ્રતિબંધો લાગ્યા છે તેમનો રોજેરોજ રિવ્યુ કરવામાં આવે છે.
તુષાર મહેતાએ કહ્યુ કે બહુ ઓછા વિસ્તારો આવે છે જ્યાં પ્રતિબંધો છે. મોટાભાગના વિસ્તારો લગભગ 99 ટકા વિસ્તારોમાં કોઈ પ્રતિબંધ નથી. સુનાવણી કરી રહેલી ખંડપીઠે રાજ્યમાં ઈન્ટરનેટ પર લાગુ પ્રતિબંધ વિશે પણ સવાલ કર્યા. આના પર સોલિસિટર જનરલે અદાલતને જણાવ્યુ કે ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે અને આ એટલા માટે ચાલુ રાખવામાં આવ્યુ છે કારણકે સીમા પારથી આના દુરુપયોગની આશંકા ઘણી વધુ છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરીને રાજ્યને બે ભાગમાં વહેંચી દીધુ હતુ. 5 ઓગસ્ટથી જ કેન્દ્રએ જમ્મુ કાશ્મીરમાં ભારે પ્રતિબંધો લગાવ્યા હતા. સંચારના સાધનોને બંધ કરી દેવામાં આવ્યા હતા અને નેટ પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. વળી, મોટાભાગના નેતા પણ નજરબંધ કરી લેવામાં આવ્યા હતા. પ્રતિબંધો સામે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
