મરાઠા આરક્ષણઃ આરક્ષણ સીમા 50 ટકાથી આગળ વધારવા સુપ્રીમ કોર્ટની નોટિસ
મરાઠા આરક્ષણઃ આરક્ષણ સીમા 50 ટકાથી આગળ વધારવા સુપ્રીમ કોર્ટની નોટિસ
મરાઠા આરક્ષણ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ રાજ્ય સરકારોને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને પૂછ્યું કે શું આરક્ષણ સીમા 50 ટકાથી વધારી શકાય છે. અદાલતે તમામ રાજ્યોને પોતાનો પક્ષ આપવા માટે કહ્યું છે. આની સાથે જ કોર્ટે આ મામલાની સુનાવણી માટે 15 માર્ચ તારીખ ફાઈનલ કરી છે. આરક્ષણની સીમા વધારવી કે નહિ તેના પર 15 માર્ચે ફેસલો લેવામાં આવશે.

પાછલા વર્ષે 9 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રના 2018ના કાયદાથી જોડાયેલા મુદ્દાઓ પર તરત સુનાવણીની જરૂરત છે કેમ કે કાનૂન સ્થગિત છે અને લોકો સુધી તેનો ફાયદો નથી પહોંચી રહ્યો. જણાવી દઈએ કે નોકરીઓ અને દાખલામાં મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ પ્રદાન કરવા માટે સામાજિક અને શૈક્ષણિક રૂપે પછાત વર્ગ (SEBC) કાયદો, 2018 લાગૂ કરવામાં આવ્યો હતો.
સોમવારે આ મામલાની સુનાવણી દરમ્યાન સીનિયર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ મામલે અનુચ્છેદ 342એની વ્યાખ્યા પણ સામેલ છે. એવામાં આ તમામ રાજ્યોને પ્રભાવિત કરી શકે છે. માટે એક અરજી દાખલ થઈ છે. જેમાં તમામ રાજ્યોએ કોર્ટને સાંભળવી જોઈએ. મુકુલ રોહતગીએ કહ્યું કે તમામ રાજ્યોને સાંભળ્યા વિના આ મામલામા ફેસલો ના આપી શકાય.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી પાંચ ન્યાયાધીશોની સંવિધાન પીઠ આ મામલે સુનાવણી કરી રહી છે. આ પીઠમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવીંદ્ર ભટ પણ છે. અગાઉની સુનાવણીમાં પીઠે કહ્યું હતું કે પીઠે કહ્યું કે તેઓ આ મુદ્દે દલીલો સાંભળશે કે ઈન્દિરા સાહની મામલામાં ઐતિહાસિક ફેસલો જેને 'મંડલ ફેસલા'ના નામે ઓળખવામાં આવે છે તેના પર પુનઃ વિચાર કરવાની જરૂરત છે કે કે નહિ.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
