For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Whatsappને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, પ્રાઈવસી પૉલિસી વિશે 5 છાપામાં એડ આપો

સુપ્રીમ કોર્ટે વૉટ્સએપને નિર્દેશ આપ્યા છે કે તે તેની પ્રાઈવસી પૉલિસી વિશે 5 છાપામાં એડ આપે. અહીં જાણો શું છે સમગ્ર મામલો.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટ વૉટ્સએપની પ્રાઈવસી પૉલિસીને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહ્યુ છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વૉટ્સએપને નિર્દેશ આપ્યા કે તે પોતાની પ્રાઈવસી પૉલિસી વિશે છાપામાં આખા પાનાંની એડ આપે અને સ્પષ્ટ રીતે આના વિશે લોકોને માહિતી આપે. કોર્ટે કહ્યુ કે ઓછા 5 રાષ્ટ્રીય છાપામાં કંપની આ એડ આપે અને પોતાની પ્રાઈવસી પૉલિસી વિશે લોકોને માહિતી આપે.

SC

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા કે કેન્દ્ર સરકારને 2021માં આપેલી પોતાની એફિડેવિટને વ્યાપક રીતે સાર્વજનિક કરે. તે જણાવે કે તેમની નવી ગોપનીયતા નીતિ પર સંમતિ નહિ આપનાર વપરાશકર્તાઓ માટે ઉપયોગની સીમા નક્કી નહિ કરે. વાસ્તવમાં વૉટ્સએપની ગોપનીયતા નીતિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ કેસમાં કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે સંસદના આ બજેટ સત્રમાં નવુ બિલ રજૂ કરવામાં આવશે. જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.

વૉટ્સએપે 22 મે, 2021ના રોજ ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયને લખેલા એક પત્રમાં સરકારને આશ્વાસન આપ્યુ હતુ કે ઉપયોગકર્તાઓની ગોપનીયતા સર્વોચ્ચ પ્રાથમિકતા બનેલી છે અને તે ઉપયોગની સીમા નક્કી નહિ કરે. સુપ્રીમ કોર્ટ કર્મણ્ય સિંહ સરીન અને શ્રેયા સેઠી નામના છાત્રોની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં વૉટ્સએપ અને તેની મૂળ કંપની ફેસબુક વચ્ચે ઉપયોગકર્તાઓના કૉલ, ફોટા, સંદેશ, વીડિયો અને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવા માટે સમજૂતીને પડકારવામાં આવ્યા હતા અને તેને લોકોની ગોપનીયતા તથા બોલવાની આઝાદીનુ ઉલ્લંઘન ગણાવી દેવામાં આવ્યુ હતુ.

તમને જણાવી દઈએ કે મંગળવારે આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ હતુ કે જ્યારે સંસદમાં આ અંગેનુ બિલ પાસ થઈ જશે, ત્યાર બાદ કોર્ટ આ મામલે ફરીથી સુનાવણી કરવા તૈયાર છે. વૉટ્સએપ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યુ કે બિલની રજૂઆત બાદ આ મામલે ફરી સુનાવણી થવી જોઈએ. માનવામાં આવી રહ્યુ છે કે બજેટ સત્રના બીજા તબક્કામાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે. જે 12 માર્ચથી શરૂ થશે. વર્તમાન સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધન સાથે થઈ છે.

નોંધનીય છે કે વૉટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી 2021માં લાવવામાં આવી છે. તેની નવી શરતો મુજબ તમે વૉટ્સએપ પર જે પણ સામગ્રી અપલોડ કરો છો અથવા પ્રાપ્ત કરો છો, કંપની તેનો ઉપયોગ પણ કરી શકે છે. વાસ્તવમાં, વૉટ્સએપે તેની ગોપનીયતા નીતિમાં સ્પષ્ટપણે જણાવ્યુ છે કે તે તેનો ડેટા પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેર કરે છે અને તેનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકે છે. કંપનીની આ ગોપનીયતા નીતિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

English summary
Supreme Court directive to Whatsapp, give advertisement on its privacy policy in newspaper.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X