For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રિબ્યુનલ નિયુક્તિ મામલે સુપ્રીમ કોર્ટ કડક, કેન્દ્રને આપી 2 સપ્તાહની મહોલત

દેશમાં ટ્રિબ્યુનલ નિયુક્તિ પર એક વાર ફરીથી સુપ્રીમ કોર્ટે કડકાઈ બતાવીને સરકારને ફટકાર લગાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં ટ્રિબ્યુનલ નિયુક્તિ પર એક વાર ફરીથી સુપ્રીમ કોર્ટે કડકાઈ બતાવીને સરકારને ફટકાર લગાવી છે. એટલુ જ નહિ બે સપ્તાહમાં બધી નિયુક્તિઓ સાથે જોડાયેલી માહિતી રજૂ કરવા માટે કહ્યુ છે. વળી, આમ ન કરવા પર અવગણનાનો કેસ ચલાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે. કેસની સુનાવણી કરીને મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે નિયુક્તિ પત્રો સાથે પાછા આવો. સાથે જ કહ્યુ કે જો કોઈને નિયુક્તિ ન મળી તો તેના કારણ પણ જણાવો.

SC

એવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વિવિધ ન્યાયાધિકરણો(ટ્રિબ્યુનલ)માં નિયુક્તિઓ કરવા માટે વધુ બે સપ્તાહનો સમય આપ્યો. આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટના ઘણા આદેશો છતાં દેશભરના ટ્રિબ્લુનલમાં ખાલી જગ્યા ભરવામાં નિષ્ફળ રહેવા પર કેન્દ્રને જોરદાર ઝાટક્યુ હતુ. અદાલતે ત્યારે કેન્દ્રને 7 દિવસનો અંતિમ સમય આપ્યો હતો કે નિયુક્તિઓ કરો અથવા આદેશ પાસ કરવા માટે કેસ સુપ્રીમ કોર્ટના હાથમાં છોડી દો.

બુધવારે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પર પસંદગી સમિતિ દ્વારા વાસ્તવમમાં અનુશંસિત લોકોના બદલે પ્રતીક્ષા સૂચિમાંથી લોકોને વિવિધ ન્યાયાધિકરણોમાં નિયુક્ત કરવાનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કરીને કહ્યુ કે જ્યારે કમિટી તરફથી નામો સૂચવવામાં આવ્યા ત્યારે આ ખાલી સ્થાનો પર હજુ સુધી નિયુક્તિ કેમ નથી કરવામાં આવી.

મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કહ્યુ કે જો પહેલા જ ચૂંટાયેલા લોકોની સૂચિ તૈયાર કરી લેવામાં આવી તો પ્રતીક્ષા સૂચિ(વેઈટિંગ લિસ્ટ)થી કેન્ડીડેટ કેમ પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલ રિફૉર્મ એક્ટની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સરકારને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

English summary
Supreme Court grants centre, two more weeks to make appointments to various Tribunals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X