For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસનો નિવેડો જલદી નહિ આવે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

અયોધ્યા કેસનો નિવેડો જલદી નહિ આવે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર જલદી સુનાવણી કરવાની માગણી કરતી અરજી ફગાવી દીધી છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદની જલદી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણીને જાન્યુઆરી સુધી ટાળી દીધી હી. સુપ્રીમ કોર્ટે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે તેઓ આ મામલાની સુનાવણીની તારીખ જાન્યુઆરી મહિનામાં નક્કી કરશે. જે બાદ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી માટે અરજી દાખલ કરવામાં આવી હતી, જેને રદ કરી દેવામાં આવી છે.

સુપ્રીમનો ફેસલો

સુપ્રીમનો ફેસલો

ઉલ્લેખનીય છે કે જેવી રીતે સુપ્રીમ કોર્ટે અગાઉ અયોધ્યા વિવાદની સુનાવણીની તારીખ જાન્યુઆરીમાં નક્કી કરવાનો ફેસલો આપ્યો હતો, ત્યાર બાદથી એક પછી એક નેતાઓના નિવેદનો આપ્યાં હતાં, જેમાં કેન્દ્રીય મંત્રીઓથી લઈને ભાજપના ટોચના નેતાઓ પણ સામેલ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભવ્ય મંદિરનું નિર્માણ કામ જલદી જ શરૂ થશે. એટલું જ નહિ એમણે રામ મંદિર નિર્માણમાં થઈ રહેલ વિલંબ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી, એમણે કહ્યું હતું કે રામ મંદિર નિર્માણમાં કોંગ્રેસ સૌથી મોટી અડચણ બનીને ઉભી છે.

સરકારે કાયદો બનાવવો જોઈએ

સરકારે કાયદો બનાવવો જોઈએ

જ્યારે વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અણર સિંહે કહ્યું કે ભાજપ પાસે સંસદમાં પર્યાપ્ત સંખ્યા છે, તેઓ ઈચ્છે તો અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. અમર સિંહે કહ્યું કે ભાજપ પાસે બહુમત છે, ત્યારે પાર્ટીએ રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવો જોઈએ. એમણે કહ્યું કે જો કોર્ટ સમયસર ફેસલો ન આપે તો તેમણે રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવો જોઈએ.

શું છે અયોધ્યા ટાઈટલ સૂટ?

શું છે અયોધ્યા ટાઈટલ સૂટ?

વર્ષ 1950 માં વિવાદિત ભાગ પર હિંદુ રીતિ રિવાજથી પૂજાની પરવાનગી માંગવા માટે ગોપાલસિંહ વિશારદે અલાહાબાદ હાઈકોર્ટમાં એક યાચિકા દાખલ કરી હતી ત્યારબાદ આ જ માંગ નિર્મોહી અખાડાની યાચિકામાં પણ રાખવામાં આવી હતી. વળી, આ યાચિકામાં વિવાદિત ભૂમિ પર નિયંત્રણની માંગની પણ વાત હતી. ત્યારબાદ આ મામલો ઘણો ઉગ્ર બની ગયો અને વિવાદિત ભાગ પર મુસ્લિમ સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ પોતાનો દાવો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2010 માં અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી દીધી. જેમાંથી એક ભાગ રામલ્લા વિરાજમાનને, એક ભાગ નિર્મોહી અખાડાને અને એક ભાગ સુન્ની વક્ફ બોર્ડને સોંપવાનું કહેવામાં આવ્યુ. જેના પર ત્રણે પક્ષો રાજી ન થયા.

'આવતા મહિનાથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થશે, લખનઉમાં બનશે મસ્જિદ''આવતા મહિનાથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થશે, લખનઉમાં બનશે મસ્જિદ'

English summary
Supreme Court has rejected plea seeking early hearing in Ayodhya title suit .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X