CAA સામેની સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણીમાં બોલ્યા CJI- હાલ એકેય આદેશ જાહેર ના કરી શકીએ
CAA સામેની સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણીમાં બોલ્યા CJI- હાલ એકેય આદેશ જાહેર ના કરી શકીએ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ અને સમર્થનમાં 142 અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.

આ અરજીઓ પર સુનાવણી દરમિયાન એટર્ની જનરલે જણાવ્યું કે તેમને હજી સુધી 144માંથી 60 અરજીની જ કોપી મળી છે. આના પર કપિલ સિબ્બલે કહ્યું કે મુદ્દે હાલ એ છે કે શું આ સંવૈધાનિક બેંચને મોકલવો જોઈએ. સિબ્બલે એનપીઆરની પ્રક્રિયા પર સવાલ પણ ઉઠાવ્યા. જ્યારે અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે યૂપીમાં 40 હજાર લોકોને નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી રહી છે, જો આવું થયું તો પછી એક્ટ પાછો કઈ રીતે લેવાશે. તેમણે આ પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરી છે.
કોર્ટે કહ્યું કે મોટાભાગની અરજીઓમાં એક જેવી જ વાતો છે. જો કે કોર્ટે કહ્યું કે તમામ અરજીઓને સાંભળવામાં આવશે અને તે બાદ જ અદાલત કોઈ ફેસલો સંભળાવશે. ચીફ જસ્ટિસે કહ્યું કે મને નથી લાગતું કે કોઈપણ પ્રક્રિયા પાછી લેવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે અમે હાલની સ્થિતિને અનુરૂપ હોય તેવો આદેશ લાગૂ કરી શકીએ છીએ. સીજેઆઈએ વકીલો પાસે આસામ અને નોર્થ ઈસ્ટથી દાખલ અરજીઓનો આકડો માગ્યો છે. કોર્ટે કહ્યું કે એનઆરસીની પ્રક્રિયાને જોતા આસામ અને ત્રિપુરાનો મુદ્દે અલગ કરવામાં આવી શકે છે.
ચીફ જસ્ટિસે કેન્દ્રને પૂછ્યું- તમે આસામથી સંબંધિત અરજીઓ ક્યારે દાખળ કરશો? એટર્ની જનરલ કેકે વેણુગોપાલે અદાલતને જણાવ્યું કે તેઓ બે અઠવાડિયામાં અરજી દાખલ કરશે. જેના પર સીજેઆઈએ કહ્યું કે ઠીક છે, અમે આ બે અઠવાડિયા બાદ સાંભળી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હજી પણ અરજીઓ દાખળ કરવામાં આવી રહી છે, તેને રોકી ના શકાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સમગ્ર મામલે 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો સમય આપ્યો. પાંચમા અઠવાડિયે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
સીએએને પડકાર આપતા અરજદારોમાં ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ, કોંગ્રેસ નેતા જયરામ રમેશ, રાજદ નેતા મનોજ ઝા, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા, એઆઈએમઆઈએમના નેતા અસાદુદ્દીન ઓવૈસી, જમીયત ઉલેમા-એ-હિંદ, પીસ પાર્ટી, એસએફઆઈ અને સીપીઆઈ સામેલ છે.
નાગરિકતા સંશોધન કાનૂનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ, સિખ, જૈન, ઈસાઈ, બૌદ્ધ અને પારસી સમુદાયના અલ્પસંખ્યકોને ધાર્મિક ઉત્પીડનના આધારે ભારતની નાગરિકતા આપવાનું પ્રાવધાન છે. જ્યારે આ કાનૂનમાં મુસ્લિમોને સામેલ ના કરવાનો વિરોધ થઈ રહ્યો છે માગ કરવામાં આવી રહી છે કે સરકાર આમાં મુસ્લિમોને સામેલ કરે અથવા આ એક્ટને નાબૂદ કરે.












Click it and Unblock the Notifications
