સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય નથી: સુપ્રીમ કોર્ટ

Written By:
Subscribe to Oneindia News

સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત અનિવાર્ય કરવાના મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય નથી. કોર્ટે આ નિર્ણય સરકાર પર છોડ્યો છે. સાથે જ કોર્ટે રાષ્ટ્રગીત સમયે ઊભા થવાની અનિવાર્યતા પણ પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ મામલે સર્વોચ્ચ અદાલતને અપીલ કરી હતી કે, સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવું અનિવાર્ય કરવામાં ન આવે.

National aunthem

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચે નવેમ્બર, 2016ના રોજ આપવામાં આવેલ એક આદેશમાં નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, દેશના દરેક સિનેમાઘરમાં ફિલ્મ ચાલુ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ દરમિયાન તમામ દર્શકોનેએ આના સન્માનમાં ઊભા થવું અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે દાખલ શપથ-પત્રમાં કેન્દ્રિયગૃહ મંત્રાલયના અવર સચિવ દીપક કુમારે કહ્યું કે, કોર્ટને આગ્રહ કરવામાં આવે છે કે, સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવાના આદેશનો મોકૂફ રાખવામાં આવે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને તર્ક આપ્યો છે કે, તેઓ એક મંત્રીમંડળીય સમિતિની રચના કરવા જઇ રહ્યાં છે. એના અહેવાલના આધારે સરકાર નવેસરથી સૂચના જાહેર કરશે.

English summary
Supreme Court modifies its order on National Anthem, says it is not mandatory in cinema halls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.