
અનામત પર SCનો મોટો ચુકાદો, વયમર્યાદામાં છૂટ મેળવનારને નહિ મળે આ લાભ
અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એ સ્પષ્ટ કરી દીધુ છે કે પસંદગી પ્રક્રિયામાં વય સંબંધી છૂટનો લાભ મેળવનાર અનામત શ્રેણીના ઉમેદવાર બાદના તબક્કામાં સામાન્ય શ્રેણીની સીટ પર સ્થાનાંતરિત નહિ થઈ શકે. આના માટે સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 16(4)નો હવાલો આપીને કહ્યુ કે આવા કોઈ પણ પછાત વર્ગને નિયુક્તિઓમાં અનામત આપવાની ક્ષમતા આપે છે જેમને તેમની સેવામાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી મળ્યુ.
આ પણ વાંચોઃ બજેટ 2019: દેશભરમાં મુસાફરી માટે વપરાશે એક જ કાર્ડ, ટ્રેન-બસમાં કરી શકશો ઉપયોગ

ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો
ગુજરાત હાઈકોર્ટની એક ખંડપીઠના ચુકાદા સામે અપીલમાં સુપ્રીમ કોર્ટ જસ્ટીસ એસ અબ્દુલ નઝીર અને ઈન્દિરા બેનર્જીની ખંડપીઠે આ ચુકાદો સંભળાવ્યો. આ મામલે અપીલકર્તાએ સામાજિક અને આર્થિક રૂપે પછાત વર્ગોની શ્રેણી માટે આવેદન કર્યુ હતુ. જેના પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખીને કહ્યુ કે અનામત શ્રેણીના કારણે વયમાં છૂટનો લાભ ઉઠાવનાર લાભાર્થી આગામી બધા તબક્કામાં અનામત શ્રેણીનો જ માનવામાં આવશે.

શું કહ્યુ સુપ્રીમ કોર્ટે?
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી નીરવ કુમાર મકવાણા તરફથી દાખલ કરેલી અરજી પર આવ્યો છે. પીઠે કહ્યુ કે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યુ છે કે જ્યારે લિખિત પરીક્ષામા પ્રયત્નોની સંખ્યાની અનુમતિ, વય મર્યાદા, અનુભવ યોગ્યતા વગેરેમાં એસસી, એસટી અને એસઈબીસી શ્રેણી માટે કોઈ ઉમેદવારની પસંદગીમાં કોઈ છૂટ સંબંધી માનક લાગુ થાય છે તો આ રીતે પસંદગી કરેલ આ વર્ગા ઉમેદવાર પર માત્ર અનામત સીટ માટે જ વિચાર કરવામાં આવી શક છે. આ રીતના ઉમેદવારોને અનામત સીટ પર વિચાર માટે અનુપલબ્ધ માનવામાં આવશે.

રાજ્ય સરકારે બનાવી હતી નીતિ
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યુ કે પછાત વર્ગો માટે શરત સાથે કે શરત વિના છૂટ કે પછી કોઈ રીત સંબંધી નીતિઓ બનાવવૂ સંપૂર્ણપણે રાજ્ય સરકારનો વિવેકાધિકાર છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના પક્ષમાં અનામત આપવા માટે નીતિઓ તૈયાર કરી હતી જેના માટે 21 જાન્યુઆરી, 2000 અને 23 જુલાઈ, 2004નું સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યુ હતુ.