For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCનો નિર્દેશ- બિલકિસ બાનોને ગુજરાત સરકાર 50 લાખનું વળતર, ઘર અને નોકરી આપે

SCનો નિર્દેશ- બિલકિસ બાનોને ગુજરાત સરકાર 50 લાખનું વળતર, ઘર અને નોકરી આપે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 2002 ગુજરાત રમખાણોમાં દુષ્કર્મ પીડિતા બિલકિસ બાનોની અરજી પર ગુજરાત સરકારને આદેશ કર્યો છે કે બિલકિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને ઘર આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે સરકારને બે અઠવાડિયામાં વળતર ચૂકવી દેવા આદેશ આપ્યો છે. બિલકિસ બાનો તરફથી કહેવામાં આવ્યું છે કે હજુ સુધી સરકારે કંઈ જ નથી આપ્યું. જણાવી દઈએ કે પાછલી સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને બાનોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત સરકારને કહ્યું હતું કે તેઓ નિયમો મુજબ બિલકિસ બાનોને એક સરકારી નોકરી અને આવાસ ઉપલબ્ધ કરાવે.

bilkis bano

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે એપ્રિલ મહિનામાં ગુજરાત સરકારોને રમખાણોના મામલાની પીડિતા બિલકિસ બાનોને 50 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યા હતા દોષી અધિકારીઓ, જેમણે બિલકિસ ગેંગરેપ મામલે સબૂતો સાથે છેડછાડ કરવાની કોશિશ કરી તેમાંથી કેટલાયને પેંશન લાભથી હટાવી દેવામાં આવ્યા છે. એક આઈપીએસ અધિકારીને બે રેંકમાં ડિમોટ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે પોલીસવાળાઓ પર કાર્યવાહી પર મોહર લગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે આ કેસમાં તેને વધુ વળતર ચૂકવવામાં આવે. સાથે જ કહ્યું હતું કે જે ચાર પોલીસ અધિકારી અને બે ડૉક્ટર્સને હાઈકોર્ટે દોષી ઠેરવ્યા હતા, તેમની જાણકારી મુજબ- તેમને સરકારે પરત કામ પર રાખી લીધા હતા. કોર્ટે ગુજરાત સરકારનો જવાબ માંગવાની સાથે જ બિલકિસને કહ્યું હતું કે તે વળતર માટે અલગથી અરજી દાખલ કરે.

ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલ આ રમખાણો દરમિયાન બિલકીસ બાનો બળાત્કાર કાંડ અે તેના પરિવારના સાત સભ્યોની હત્યાના મામલે વિશેષ કોર્ટે 21 જાન્યુઆરી 2008ના રોજ 11 આરોપીઓને ઉમરકેદની સજા સંભળાવી હતી જ્યારે પોલીસકર્મીઓ અને ડૉક્ટર્સ સહિત સાત આરોપીઓને છોડી મૂક્યા હતા.

અરવિંદ કેજરીવાલને સતાવી રહ્યો છે હારનો ડર, શું દિલ્હીમાં સૂફડાં સાફ થશે?અરવિંદ કેજરીવાલને સતાવી રહ્યો છે હારનો ડર, શું દિલ્હીમાં સૂફડાં સાફ થશે?

English summary
supreme court orders gujarat govt to pay 50 lakh compression to bilkis bano
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X