For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધારા 377 ની સુનાવણી ટાળવા સુપ્રિમ કોર્ટે કેન્દ્રની માંગ ફગાવી, કાલે ચૂકાદો

ધારા 377 પર સુનાવણીની તારીખને આગળ વધારવા માટે કેન્દ્ર સરકારની માંગને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

ધારા 377 પર સુનાવણીની તારીખને આગળ વધારવા માટે કેન્દ્ર સરકારની માંગને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારે સમલૈંગિક સંબંધો અંગેની ધારા 377 ની સુનાવણીની નક્કી કરેલી સીમાને આગળ વધારવાની માંગ કરતા 4 સપ્તાહનો સમય માંગ્યો હતો. જસ્ટીસ મિશ્રાએ કેન્દ્રના આગ્રહને ફગાવતા કહ્યુ કે તે 10 જુલાઈએ જ કલમ 377 ના સંબંધમાં તેની અધ્યક્ષતામાં સુપ્રિમ કોર્ટની એક પીઠ ચૂકાદો આપશે.

ipc 377

દિલ્હી હાઈકોર્ટે કલમ 377 ને અસંવિધાનિક ગણાવતા તેને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કરી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે આ ચૂકાદાને સુપ્રિમ કોર્ટને પલટાવતા કલમ 377 પર પુનઃવિચાર કરવા અને કાયદો બનાવવા માટે સંસદ પર છોડી દીધુ હતુ. કલમ 377 ને પડકાર આપવા માટે કુલ 12 સેલિબ્રિટીએ સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી, જેમાં આઈઆઈટીયન્સ અને એલિજીબિલીટી એક્ટિવિસ્ટ પણ શામેલ છે. રિટ યાચિકાઓ પર કલમ 377 ને ગુનાહિત શ્રેણીમાંથી બહાર રાખવા માટે કોર્ટ મંગળવારે પોતાનો ચૂકાદો સંભળાવશે.

આઈપીસીની કલમ 377 અનુસાર જો કોઈ વયસ્ક સ્વેચ્છાએ કોઈ પુરુષ, મહિલા કે પશુ સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ સ્થાપિત કરે તો તે આજીવન કેદ કે 10 વર્ષ અને દંડ પણ કરવામાં આવી શકે છે. આઈપીસીની આ કલમથી સંવિધાનના અનુચછેદ 14 અને 21 ના ઉલ્લંઘન અને મૌલિક અધિકારોના હનનનો હવાલો આપતા સમલૈંગિકતાના પ્રેકશનર્સ નાઝ ફાઉન્ડેશને દિલ્હી હાઈકોર્ટમાં આને ખતમ કરવાની માંગ કરી.

English summary
Supreme Court refuses to delay Section 377 hearing, rejects Centre's plea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X