ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ કાયમ,વેપારીઓની માંગણી SCએ નકારી

Written By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય યથાવત રાખ્યો છે. કોર્ટ દ્વારા ફટાકડાના વેપારીઓને કોઇ પણ પ્રકારની રાહત આપવાની સ્પષ્ટ મનાઇ કરવામાં આવી છે. નોંધનીય છે કે, દિલ્હીના ફટાકડાના વેપારીઓએ દિવાળીના દિવસે થોડા સમય માટે ફટાકડા વેચવાની પરવાનગી સુપ્રીમ કોર્ટ પાસે માંગી હતી, સુપ્રીમ કોર્ટે વેપારીઓની આ અરજી નકારી છે. સાથે જ સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દિલ્હી-એનસીઆરમાં રાત્રે 11 વાગ્યા બાદ ફટાકડાનું વેચાણ નહીં થાય. સુપ્રીમ કોર્ટ દ્વારા 31 ઓક્ટોબર સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિવાળી પર ફટાકડાને કારણે થતા પ્રદૂષણને આ માટે જવાબદાર બતાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમે દિવાળી પછી તપાસ કરી શકીશું કે, આનાથી પ્રદૂષણના સ્તરમાં કોઇ પરિવર્તન આવે છે કે નહીં.

supreme court

દિવાળી પર ફટાકડા અંગે સુપ્રીમ કોર્ટ અને બોમ્બે હાઇકોર્ટના આદેશ બાદ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પણ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા માત્ર ત્રણ કલાક માટે ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. હવે દિવાળીના દિવસે પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં સાંજે 6.30થી રાત્રે 9.30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં લૉટરીની પ્રક્રિયાથી ફટાકડા વેચવાનું લાયસન્સ આપવામાં આવશે.

English summary
Supreme Court refuses to modify its earlier order on sale of firecrackers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.