લોકાયુક્ત: ગુજરાત સરકારની રિવ્યુ પીટીશન ફગાવતી સુપ્રિમ કોર્ટ

supreme court
નવી દિલ્હી, 15 માર્ચ: સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારની લોકાયુક્ત મુદ્દે ફેરવિચારણા અરજીને ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટે આ પહેલા આદેશ આપ્યો હતો કે રાજ્યપાલ કમલા બેનિવાલ દ્વારા પ્રદેશના લોકાયુક્ત તરીકે નિવૃત્ત આર.એ. મેહતાની નિમણૂંક યથાવત રાખવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારની પરવાનગી વગર રાજ્યપાલ દ્વારા લોકાયુક્તની નિમણૂંક સામે વાંધો હોવાથી સુપ્રિમ કોર્ટને તેના આદેશ પર ફેરવિચારણા કરવા માટે રિવ્યૂ પીટીશન દાખલ કરી હતી, જેને ગઇકાલે ગુરુવારે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી.

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બી. એસ. ચૌહાણ તથા જસ્ટીસ એફ.એમ. ઇબ્રાહિમ કલીફૂલ્લાને સુપ્રિમ કોર્ટ દ્વારા 2 જાન્યુઆરીના રોજ આપવામાં આવેલા ચૂકાદાની સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોઇ દમ ના જણાયો. સુપ્રિમ કોર્ટની આ ખંડપીઠે રિવ્યૂ પીટીશનમાં મેરિટ નહીં હોવાના કારણે તેને રદ કરવાનો આદેશ આપ્યો છે.

આ ખંડપીઠે પોતાના બે જાન્યુઆરીના નિર્ણયમાં લોકાયુક્તની નિમણૂંકના મુદ્દા પર ગુજરાતની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના મંતવ્યોને પ્રમુખતા આપી હતી. ગુજરાતના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે રાજ્યની આ દલિલ પર અસહમતિ દર્શાવી હતી કે રાજ્યપાલ તેની પરવાનગી વગર લોકાયુક્તની નિયુક્તિ કરી શકે નહીં. ત્યારબાદ આખો મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X