For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ દેશમુખને ઝાટકો, સુપ્રીમ કોર્ટે CBI તપાસ રોકવાની અરજી ફગાવી

અનિલ દેશમુખને ઝાટકો, સુપ્રીમ કોર્ટે CBI તપાસ રોકવાની અરજી ફગાવી

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની અરજી ફગાવી અરજીમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા અનિલ દેશમુખ વિરુદ્ધ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરવીર સિંહના આરોપોને લઈ સીબીઆઈ તપાસના આદેશને પડકાર આપી હતી.

anil deshmukh

અરજી ફગાવતા પહેલાં સુપ્રીમ કોર્ટે આ આરોપોને ગંભીર જણાવતાં આ મામલે સ્વતંત્ર તપાસની જરૂરત હોવાની જણાવ્યું. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન જસ્ટિસ એસકે કૌલે કહ્યું કે આરોપો ગંભીર છે. ગૃહમંત્રી અને પોલીસ કમિશ્નર આમાં સામેલ છે. તે બંને એક પદ પર હતા અને જ્યાં સુધી અલગ ના થયા ત્યાં સુધી સાથે કામ કરી રહ્યા હતા. શું સીબીઆઈએ તેની તપાસ ના કરવી જોઈએ? આરોપોની પ્રકૃતિ અને તેમાં સામેલ લોકોનેજોતાં આમાં સ્વતંત્ર તપાસની જરૂરત છે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં ઉચ્ચ પદો પર બેઠેલા લોકો સામેલ છે.

કપિલ સિબ્બલે દેશમુખનો પક્ષ રાખ્યો

આ મામલે અનિલ દેશમુખ તરફથી અદાલતમાં રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે કાયદો બધા માટે એક હોવો જોઈએ. એવું ના હોવું જોઈએ કે કોઈ પોલીસ કમિશ્નરે કંઈક કીધું હોય તો તેના શબ્દો સબૂત બની જાય.

સિબ્બલે કહ્યું કે દેશમુખનો પક્ષ સાંભળ્યા વિના કોઈ પ્રાથમિક તપાસ ના થઈ શકે. પ્રેસ કોન્ફ્રેન્સના આધારે એસઆઈટી એક તપાસ કરી રહી છે.

તમારા રાઈટ હેન્ડે આરોપ લગાવ્યાઃ કોર્ટ

આ મામલે કોર્ટે કહ્યું કે, "તમારી સામે જેમણે આરોપો લગાવ્યા તે કોઈ તમારા (અનિલ દેશમુખ) દુશ્મન નથી બલકે તમારા રાઈટ હેન્ડ (પરમબીર સિંહ) હતા." જસ્ટિસ કૌલે આગળ કહ્યું કે બંને સામે તપાસ હોવી જોઈએ.

મહારાષ્ટ્રમાં 26 કેન્દ્રો પર વેક્સીનનો સ્ટૉક ખતમ, કેન્દ્ર ગુજરાતને વધુ ડોઝ આપતું હોવાનો આરોપમહારાષ્ટ્રમાં 26 કેન્દ્રો પર વેક્સીનનો સ્ટૉક ખતમ, કેન્દ્ર ગુજરાતને વધુ ડોઝ આપતું હોવાનો આરોપ

English summary
Supreme Court rejects plea of anil deshmukh to put stay on CBI probe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X