For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આધાર પર SC: આ સેવાઓ માટે આધાર સાથે લિંક કરવાની જરૂર નથી

દેશની સુપ્રીમ કોર્ટે આધાર અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. આધારની માન્યતા અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવુ અનિવાર્ય કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

દેશની સુપ્રીમ કોર્ટે આધાર અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. આધારની માન્યતા અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પેન કાર્ડને આધાર નંબર સાથે જોડવુ અનિવાર્ય કરી દીધુ છે. વળી, કોર્ટે અમુક સેવાઓને આધારની અનિવાર્યતામાંથી હટાવી દીધી છે હવે કઈ સેવાઓ લેવા માટે તમારે આધાર લિંક કરવાની જરૂર નહિ રહે, જાણો.

બેંક અકાઉન્ટ

બેંક અકાઉન્ટ

હવે તમારે પોતાના બેંક અકાઉન્ટ સાથે આધાર નંબર લિંક કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે બેંક અકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. એટલે કે જે લોકોના બેંકમાં અકાઉન્ટ છે તેમણે પોતાનો આધાર નંબર આપવો પડશે નહિ. વળી નવા બેંક અકાઉન્ટ ખોલવા માટે પણ આધાર નંબરની જરૂર નથી.

આ પણ વાંચોઃ આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદોઆ પણ વાંચોઃ આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદો

મોબાઈલ નંબર

મોબાઈલ નંબર

સરકારે બધા મોબાઈલ ફોન યુઝર્સને પોતાનો આધાર નંબર કંપની પાસે લિંક કરાવવા કહ્યુ હતુ પરંતુ હવે આમ કરવુ અનિવાર્ય નથી. કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે કોઈ પણ યુઝરે પોતાના મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરાવવાની જરૂર નથી.

સ્કૂલ એડમિશન

સ્કૂલ એડમિશન

સુપ્રીમ કોર્ટે મહત્વના ચુકાદો આપતા કહ્યુ કે સ્કૂલોમાં એડમિશન માટે હવે આધાર જરૂરી નથી. આ ચુકાદાથી ઘણા માતાપિતાને રાહત મળી છે.

યુજીસી, નીટ અને સીબીએસઈ પરીક્ષાઓ

યુજીસી, નીટ અને સીબીએસઈ પરીક્ષાઓ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે યુજીસી, નીટ સહિત સીબીએસઈન પરીક્ષાઓ માટે હવે આધાર જરૂરી નથી. તમને જણાવી દઈએ કે નીટમાં આધાર અનિવાર્ય કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ આધાર પર શું હતો વિવાદ? આ પાંચ સવાલોએ લોકોને કર્યા પરેશાનઆ પણ વાંચોઃ આધાર પર શું હતો વિવાદ? આ પાંચ સવાલોએ લોકોને કર્યા પરેશાન

English summary
Supreme Court Says Aadhaar Not Mandatory For School Admissions, Bank Accounts, Mobile Connection And CBSE Exams.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X