સુપ્રિમ કોર્ટે એડલ્ટરી ધારાને માની મહિલા વિરોધી, ખતમ કરવાના સંકેત
સુપ્રિમ કોર્ટે લગ્નેત્તર સંબંધોને અપરાધ માનનારી આઈપીસીની કલમ ખતમ કરવાના સંકેત આપ્યા છે. આ કાયદા હેઠળ કોઈ પરિણીત પુરુષના કોઈ પરિણીત મહિલા સાથેના તેના પતિની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધને ગુનો માનવાની જોગવાઈ છે. સુપ્રિમ કોર્ટે આઈપીસીની આ કલમને ખતમ કરવાના સંકેત આપ્યા છે.
ગુરુવારે એડલ્ટરી મામલે સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે કહ્યુ કે ભલે આ કાયદા હેઠળ મહિલાને લગ્નેત્તર સંબંધ માટે દોષિત ન માનવામાં આવી હોય પરંતુ આ કલમ મહિલાઓને પતિની સંપત્તિના રૂપમાં જણાય છે. સુપ્રિમ કોર્ટમાં સીજેઆઈ દીપક મિશ્રાની આગેવાનીવાળી 5 સભ્યોની ખંડપીઠે કહ્યુ કે કાયદાની આ કલમ મહિલાઓ માટે ભેદભાવપૂર્ણ જણાય છે.
પીઆઈએલ દાખલ કરનાર શાઈના જોસેફે આઈપીસીની કલમ 497 ની માન્યતાને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે અને કહ્યુ છે કે આ કાયદા હેઠળ માત્ર પુરુષોને જ સજા થાય છે. તેમને પાંચ વર્ષની સજાની જોગવાઈ છે જ્યારે મહિલાઓ પર ઉકસાવવાનો કેસ પણ નથી થઈ શકતો.