For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ACP અહલાવતના તમાચા પર દિલ્હી કમિશ્નર પાસે માંગ્યો SCએ જવાબ

|
Google Oneindia Gujarati News

slaping police
નવી દિલ્હી, 24 એપ્રિલ: રાષ્ટ્રીય રાજધાનીમાં એક બાળકી સાથે બળાત્કારની સામે પ્રદર્શન દરમિયાન એક પોલીસ અધિકારી દ્વારા એક યુવતીને તમાચો મારવાની વાતનું સુઓ મોટો લેતા હાઇ કોર્ટે ગુરુવારે દિલ્હી પોલીસ કમિશ્નર પાસે જવાબ માંગ્યો છે.

ન્યાયમૂર્તિ જીએસ સિંઘવીની અધ્યક્ષતાવાળી પીઠે પોલીસ આયુક્તને નિર્દેશ કર્યો છે કે તે સોગંધનામુ દાખલ કરીને સ્પષ્ટીકરણ આપે કે આ પાંચ વર્ષીય બાળકી પર બળાત્કારની ઘટના સામે પ્રદર્શન દરમિયાન એક યુવતીને તમાચા કેમ માર્યો હતો.

અલીગઢમાં 65 વર્ષિય એક મહિલાને પોલીસ દ્વારા માર મારવાની ઘટના પર પણ સુઓ મોટો લઇને પીઠે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને ઘટના પર સોગંધનામુ દાખલ કરવા આદેશ આપ્યો છે. પોલીસ દમનની આ પ્રકારની ઘટનાઓને દેશનું અપમાન ગણાવી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તેમને રોકવા જોઇએ.

પીઠે અલીગઢની ઘટનાનો હવાલો આપતા જણાવ્યું કે અહીં સુધી કોઇ જાનવર પણ આવું નહી કરે જે દેશના વિભિન્ન ભાગોમાં દરરોજ પોલીસ અધિકારી કરી રહ્યા છે. પીઠે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રજુ થયેલા અધિવક્તા ગૌરવ ભાટિયાને પૂછ્યુ કે આપની સરકારને શરમ આવે છે કે નહીં.

કોર્ટે રાજ્ય સરકારની નિંદા કરતા લાલ બહાદૂર શાસ્ત્રીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે એક ટ્રેન દૂર્ઘટના બાદ નૈતિક જવાબદારી સ્વીકારી રેલવેમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. પીઠે જણાવ્યું કે 'આપની સમજશક્તિ ક્યા જતી રહી છે?' તેમણે જણાવ્યું કે 'પોલીસ અધિકારી કોઇ નિર્દોષ મહિલાને કેવી રીતે મારી શકે છે?'

કોર્ટે આ ટિપ્પણી દિલ્હીની એક હોસ્પિટલમાં હાલમાં પ્રદર્શન દરમિયાન એક એસીપી દ્વારા એક યુવતીને ત્રણ-ચાર તમાચા માર્યાની ઘટનાના સંદર્ભમાં કરી હતી. એસીપીને બાદમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

English summary
Supreme Court slams cops about assaults on women, says animals behave better.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X