For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers protest: કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન સાથે જોડાયેલી અરજીઓ પર આજે SCમાં સુનાવણી

ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા સાથે જોડાયેલી અરજીઓ પર આજે (સોમવાર 11 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

|
Google Oneindia Gujarati News

Supreme Court on Farmers protest: ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા સાથે જોડાયેલી અરજીઓ પર આજે (સોમવાર 11 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી ત્રણ નવા કૃષિ કાયદાને રદ ન કરી દે ત્યાં સુધી તે પોતાનુ પ્રદર્શન ચાલુ રાખશે. એવામાં દેશવાસીની નજર આજે થનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ પર ટકી રહેશે. સુ્પ્રીમ કોર્ટ આજે નવા કૃષિ કાયદાને પડકારતી ઘણી અરજીઓ અને દિલ્લીની બૉર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલન સાથે જોડાયેલી અરજીઓ પર આજે સુનાવણી કરશે.

SC

દિલ્લીની સીમા પર ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન લગભગ 50 દિવસથી ચાલુ છે. કેન્દ્ર અને ખેડૂત સંગઠનો વચ્ચે સાત જાન્યુઆરીએ થયેલી આઠમાં દોરની વાતચીતમાં પણ આનો કોઈ ઉકેલ નીકળ્યો નથી. એવામાં કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ફરીછી 15 જાન્યુઆરીએ બેઠક છે. આ દરમિયાન આજે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મહત્વપૂર્ણ છે. મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠ દ્વારા સોમવારે સુનાવણી કરવામાં આવશે. ગઈ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યુ હતુ કે તેમના અને ખેડૂત સંગઠનો વચ્ચે બધા મુદ્દા પર ચર્ચા ચાલુ છે.

સરકારે કહ્યુ હતુ કે એ વાતની સંભાવના છે કે જલ્દી સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાન થઈ જશે. કેન્દ્ર અને ખેડૂત સંગઠો વચ્ચે સાત જાન્યુઆરીએ થયેલી આઠમાં દોરની વાતચીતમાં કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ કાયદો રદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. વળી, બીજી તરફ ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કહ્યુ હતુ કે તે પોતાની આ લડાઈને અંતેમ શ્વાસ સુઘી લડશે. ખેડૂતોએ કહ્યુ હતુ કે તેમના ઘર વાપસી ત્યારે થશે જ્યારે કાયદા વાપસી થશે.

સાત જાન્યુઆરીની વાતચીત બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ હતુ કે અમે કોઈ પરિણામ પર નથી પહોંચી શક્યા કારણકે ખેડૂત નેતાઓએ કાયદાને રદ કરવાની પોતાની માંગનો કોઈ વિકલ્પ નથી સૂઝાવ્યો. સુપ્રીમ કોર્ટમાં આ અરજીના વિરોધમાં ખેડૂતોની એક સંસ્થા કસોર્ટિયમ ઑફ ઈન્ડિયન ફાર્મર્સ અસોસિએશનને આ કેસમાં પક્ષકાર બનાવવાનો અનુરોધ કર્યો. આ સંસ્થાનુ કહેવુ છે કે આ કૃષિ કાયદા માટે લાભકારી છે.

Farmer Protestને પગલે બંધ થઈ ચિલ્લા- ગાઝીપુર બોર્ડરFarmer Protestને પગલે બંધ થઈ ચિલ્લા- ગાઝીપુર બોર્ડર

English summary
Supreme Court to hear pleas on farm laws, ongoing farmers protest on today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X