For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો, મજીઠિયા વેતન બોર્ડની ભલામણને યોગ્ય ગણાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે પત્રકારોના વેતનના પુનર્નિધારણ માટે ગઠિત મજીઠીયા વેતન બોર્ડની ભલામણોને યથાવત રાખતા કર્મચારીઓને પરિવર્તિત વેતન આપવાનો નિર્દેશ કર્યો છે. પ્રધાન ન્યાયાધીશ પી. સદાશિવમની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે જણાવ્યું છે કે કર્મચારીઓને પરિવર્તિત વેતન 11 નવેમ્બર, 2011થી મળવું જોઇએ.

સરકારે આ તારીખને બોર્ડની ભલામણ અધિસૂચિત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે કર્મચારીઓને નવા વેતન એપ્રિલ, 2014થી મળશે અને નિયોક્તાઓને એક વર્ષની અંદર ચાર હપ્તામાં બાકીની રકમની ચૂકવણી કરવી પડશે. ન્યાયાધીશોએ જણાવ્યું કે અમે ભલામણોને યોગ્ય ગણાવીએ છીએ. બોર્ડે પોતાની ભલામણો આપવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને તેમના અને તેમના ગઠન અંગે લગાવવામાં આવેલા આરોપ સત્ય નથી. ન્યાયાલયે બોર્ડના ગઠનની વૈધાનિકતા અને તેની ભલામણોને પડકારતી વિભિન્ન સમાચાર પત્રોના પ્રબંધકોની અરજીઓને રદ કરી દીધી.

supreme court
ન્યાયાધીશોએ જણાવ્યું કે અમે સંપૂર્ણ રીતે સંતુષ્ટ છીએ કે બોર્ડ દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયા યોગ્ય છે અને તેણે એકતરફી કે મનમાનો કોઇ નિર્ણય લીધો નથી. ન્યાયાલયે જણાવ્યું કે વધારાના વેતન અંગે બોર્ડની ભલામણો પર તેના અધિકાર ક્ષેત્રમાં હતી. કોર્ટે જણાવ્યું કે એ કહી શકાય નહીં કે વેતન સંરચના અયોગ્ય છે. કોર્ટે આ વર્ષે જાન્યુમારીમાં સમાચાર પત્રોની અરજી પર સુનવણી કર્યા બાદ જણાવ્યું હતું કે નિર્ણય બાદમાં સુણાવવામાં આવશે.

શ્રમ મંત્રાલયે સમાચાર પત્ર ઉદ્યોગની આપત્તિઓ છતાં 2007માં મજીઠીયા વેતન બોર્ડનું ગઠન કર્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરી, 2008થી કર્મચારીઓને મૂળ વેતન 30 ટકાના આધારે અંતરિમ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય બોઝ છતાં સમચાર પત્ર ઉદ્યોગે આને લાગૂ કર્યો હતો. વેતન બોર્ડે 31 ડિસેમ્બર, 2010ના રોજ પોતાની ભલામણો સરકારને સુપરત કરી હતી, જેને કેન્દ્રએ કેટલાંક સંશોધનોના સાથે 11 નવેમ્બર, 2011ના રોજ અધિસૂચિત કરવામાં આવ્યું હતું.

English summary
The Supreme Court on Friday upheld the recommendations of the Majithia Wage Board for journalists and non-journalists on their pay structure and directed that the revised salaries be granted to the employees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X