બળાત્કારીઓની દયા રાખનાર કોર્ટોને સુપ્રીમ કોર્ટની ચેતવણી

supreme-court-of-india
નવી દિલ્હી, 28 ઓગસ્ટ : દેશમાં વધી રહેલી બળાત્‍કારની ધટનાઓથી ચિંતિત સુપ્રીમ કોર્ટે આજે આકરું વલણ અપનાવતા જણાવ્‍યું હતું કે બળાત્‍કાર પીડિતા અને દોષિત વચ્‍ચે થયેલું સમાધાન તેની સજામાં ધટાડાનો આધાર બની શકે નહીં.

બળાત્‍કારના આરોપી દ્વારા પીડિતાને અપાયેલો લગ્‍નનો પ્રસ્‍તાવ પર દોષિતની સજા ધટાડવા અદાલત વિચારણા કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે કાયદો અદાલતને અસમાન્‍ય સંજોગોમાં બળાત્‍કાર કેસોના દોષિતોની સજા ઘટાડવાની પરવાનગી આપે છે. પરંતુ બળાત્‍કાર પીડિતા અને બળાત્‍કારી વચ્‍ચેનું સમાધાન અસામાન્‍ય સંજોગ ગણી શકાય.

અદાલતે જણાવ્‍યું કે સજામાં ધટાડા માટે બળાત્‍કાર પીડિતા અને દોષિત વચ્‍ચેનું સમાધાન આરોપીને સમાધાન માટે પીડિતા પર દરેક પ્રકારના દબાણ કરવાની પ્રેરણા આપશે. અદાલતે ઉમેર્યું હતું કે સુનાવણીમાં થતો લાંબો વિલંબ અને બળાત્‍કાર પીડિતા જીવનમાં સ્‍થાયી બની ગઈ છે. તેવી બાબતો પણ બળાત્‍કારીની સજામાં ધટાડાનો આધાર બની શકે નહીં.

સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે આરોપીનો ધર્મ કે જાતિ કેસની અથવા તો સજાની સુનાવણીમાં અવરોધરૂપ બનવો જોઈએ નહીં. બળાત્‍કારના કેસોમાં આકરી સજાની હિમાયત કરતા અદાલતે જણાવ્‍યું હતું કે બળાત્‍કાર મહિલા પરનો શારીરિક કે માનસિક હુમલો જ નથી. પરંતુ સમાજ વિરૂધ્‍ધનો અપરાધ છે. સજા આપતી વખતે અદાલતોએ દોષિતો પર જરા પણ રહેમ દર્શાવવી જોઈએ નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X