• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: હવાઈ હુમલામાં જૈશના કેટલાય ઠેકાણાં તબાહ- વિદેશ સચિવ

|

નવી દિલ્હીઃ ઈન્ડિયન એરફોર્સના ફાઈટર જેટે લાઈન ઑફ કન્ટ્રોલ (LoC) પાર જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હુમલો કર્યો હોવાના અહેવાલે પાકિસ્તાનમાં ખલબલી મચાવી દીધી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ 26મી ફેબ્રુઆરીએ રાત્રે 3.30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સે એલઓસી પર સ્થિત આતંકી ઠેકાણા પર કેટલાય હુમલા કર્યા અને તેને પૂરી રીતે નષ્ટ કરી દીધા છે. જેટ્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત પોતાની સીમામાં પરત આવી ગયા છે.

surgical strike 2

Newest First Oldest First
1:37 PM, 26 Feb
રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ આ કાર્યવાહી માટે સરકાર અને અન્ય વયુસેનાના વખાણ કર્યાં.
1:33 PM, 26 Feb
NSA અજીત ડોભાલ ભારતીય સેનાના પ્રમુખ રાવત અને IAF ચીફ બીએસ ધનોઆ સાથે સીમા પર સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે.
12:24 PM, 26 Feb
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સાંજે 5 વાગ્યે બોલાવી સર્વદળીય બેઠક. સૂત્રો મુજબ આ બેઠકમાં સરકાર તરફથી ઓપરેશનની જાણકારી તમામ વિપક્ષી દળોને આપવામાં આવશે.
12:20 PM, 26 Feb
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને બાલાકોમાં JeM આતંકી કેમ્પમાં ભારતીય એરફોર્સની સ્ટ્રાઈક વિશે જણાકીર આપી છે- સૂત્ર
12:19 PM, 26 Feb
વિજય ગોખલેની પ્રેસ કોન્ફ્રેન્સ- મૌલાના યુસૂફ અઝહર ઉર્ફ ઉસ્તાદ ગૌરી, જેએમ ચીફ મસૂદ અઝહરનો સળો હતો, બાલાકોટના આ કેમ્પને હવાઈ હુમલામાં ઉડાવી દેવામાં આવ્યા
12:18 PM, 26 Feb
વિજય ગોખલેની પ્રેસ કોન્ફ્રેન્સ- જૈશ વિરુદ્ધની કાર્યવાહી જરૂરી હતી, મસૂદ અઝહરના કેટલાય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા.
11:45 AM, 26 Feb
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ ટ્વીટ કરી ભારતીય એરફોર્સના પાયલોટ્સને સેલ્યૂટ કર્યું.
11:43 AM, 26 Feb
હાર્દિક પટેલે ટ્વીટ કરી વાયુસેનાને સેલ્યૂટ કર્યું, કહ્યું અમને તમારા પર ગર્વ છે.
11:40 AM, 26 Feb
ગૃહ મંત્રી રાજનાથ સિંહ નોર્થ બ્લૉક પહોંચ્યા. ગૃહ મંત્રાલયમાં IB સહિત અન્ય મોટા અધિકારીઓ સાથે પાકિસ્તાનમાં ચાલી રહી છે બેઠક. આ ઓપરેશન પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાહ વિસ્તારમાં થયું છે.
11:35 AM, 26 Feb
વિદેશ સચિવ વિજય ગોખલેની પ્રેસ કોન્ફરન્સ, પુલવામા હુમલા પાછળ જૈશનો હાથ હતો
11:34 AM, 26 Feb
પાકિસ્તાનના F-16 ભાતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ પાછળ આવ્યા પરંતુ તેમની તાકાત જોઈ પરત ફરી ગયાં.
11:29 AM, 26 Feb
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના વિવિધ ફાઈટર પ્લેને પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આતંકીઓના ઠેકાણાને નષ્ટ કર્યાં
10:58 AM, 26 Feb
સવારે 6.30 વાગ્યે કચ્છમાં પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યું
10:21 AM, 26 Feb
સૂત્રો મુજબ જૈશ એ મોહમ્મદના 13 કેમ્પ પર હુમલો કરીને 300 જેટલા આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે.
10:21 AM, 26 Feb
અરવિંદ કેજરીવાલે પણ સર્જિકલ સ્ટ્રાઈ બદલ ઈન્ડિયન એરફોર્સના પાયલોટ્સને સેલ્યૂટ કર્યું.
10:19 AM, 26 Feb
ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા
10:17 AM, 26 Feb
જણાનનામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન અધિકૃત KeL, Shardi, dudhmial, athmuqam, jura, leepa, pcciban chamm, Fwd kathua, katli, lanjote, nikial, khuiretta, mandharમાં જૈશ એ મોહમ્મદના 13 આતંકી કેમ્પ ચાલી રહ્યા હતા જ્યાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે.
10:15 AM, 26 Feb
PoKમાં એર સ્ટ્રાઈક બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક શરૂ, આ બેઠકમાં રક્ષામંત્રી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી, નાણામંત્રી પણ હાજર.
10:14 AM, 26 Feb
જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સનો બોમ્બમારો, કેટલાય ઠેકાણા તબાહ, રાહુલ ગાંધીએ પાયલટ્સને સેલ્યૂટ કર્યું
10:13 AM, 26 Feb
પાકિસ્તાનને કોઈપણ સંભવિત કાર્યવાહનો જવાબ આપવા માટે ઈન્ડિયન એરફોર્સ હાઈ અલર્ટ પર
10:12 AM, 26 Feb
વાયુસેનાના હવાઈ હુમલામાં એલઓસી પાર બાલાકોટ, ચકોઠ અને મુઝફ્ફરાબાદ આતંકી લૉન્ચ પેડ સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવ્યા છે, JeMનો કન્ટ્રોલ રૂમ તબાહ કરી દેવામાં આવ્યો છે.
10:11 AM, 26 Feb
આ ઓપરેશનમાં 12 મિરાજ ફાઈટર વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ભારત તરફથી આના પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
10:11 AM, 26 Feb
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સતત તણાવપૂર્ણ છે. આતંકી હુમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે.
10:10 AM, 26 Feb
અગાઉ પણ પાકિસ્તાન તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન પીઓકેમાં ઘૂસ્યાં છે અને બોમ્બમારો કર્યો છે.
10:09 AM, 26 Feb
1000 કિલો બોમ્બ એલઓસી પાર આતંકીઓના કેમ્પ પર વરસાવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે જૈશના ઠેકાણાની સંપૂર્ણ રીતે તબાહ કરી દેવામાં આવ્યાં છે.
10:09 AM, 26 Feb
1000 કિલો બોમ્બ એલઓસી પાર આતંકીઓના કેમ્પ પર વરસાવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે જૈશના ઠેકાણાની સંપૂર્ણ રીતે તબાહ કરી દેવામાં આવ્યાં છે.
10:08 AM, 26 Feb
આઈએએફ સૂત્રો તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ એરફોર્સ મિરાજ 2000 જેટ્સ પીઓકેના બાલાકોટ સુધી દાખલ થયા અે અહીં પર તેમણે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો. આ હુમલો સવારે 3.30 વાગ્યે કરવામાં આવ્યો.

English summary
surgical strike 2: indian airforce attacked on JeM camps, get live updates here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more