For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક-2 પર કેન્દ્રીય મંત્રી ‘આ મોદીનું હિંદુસ્તાન છે, ઘરમાં ઘૂસીને મારશે'

સર્જીકલ સ્ટ્રાઈક 2 બાદથી સામાન્ય લોકો સાથે નેતા રાજનેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવી શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ લઈ લીધો છે. મંગળવારે સવારે સમાચાર આવ્યા છે કે મોડી રાતે ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ)ના ફાઈટર જેટ્સ તરફથી લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી) પાર કરીને જૈશ એ મોહમ્મદની છાવણીઓ પર હુમલો કર્યો. આ કાર્યવાહીમાં જૈશની ઘણી છાવણીઓ ખતમ થઈ ગઈ. તમને જણાવી દઈએ કે પુલવામા હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી. આ એક પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન છે. એવામાં આ કાર્યવાહી આતંકવાદ માટે પાકિસ્તાનના બેવડા વલણ પર મોટો ઘાત છે.

gajendra singh

ઈન્ડિયન એરફોર્સના મિરાજ 2000 ફાઈટર જેટ્સે એલઓસી પર સ્થિત આતંકી છાવણીઓ પર ઘણા હુમલા કર્યા. આ દરમિયાન લગભગ 1000 કિલો બોમ્બ એરસ્ટ્રાઈક દ્વારા કરવામાં આવ્યુ. આ હુમલા બાદથી સામાન્ય લોકો સાથે નેતા રાજનેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવી શરૂ થઈ ગઈ છે. આ કડીમાં ભાજપના રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વીટ કર્યુ - આ મોદીનું હિંદુસ્તાન છે, ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ, સીમા પર એરફોર્સે સવારે હવાઈ સ્ટ્રાઈક કરી અને આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા. એક એક ટીપા લોહીનો હિસાબ થશે. આ તો એક શરૂઆત છે... આ દેશને ઝૂકવા નહિ દઉ..'

તમને જણાવી દઈએ કે જો આ હુમલો સાચો સાબિત થાય તો વર્ષ 1999ના કારગિલ વૉર બાદ આ પહેલી વાર થશે જ્યારે ભારતીય એરફોર્સના જેટ્સે પાક સીમા પાર કરી હોય. જેટ્સ ઉપરાંત મિડ એર રિફ્યુલર બોમ્બ, અર્લી વોર્નિંગ જેટ અને ડ્રોન્સ પણ આ કાર્યવાહીનો હિસ્સો રહ્યા.

આ પણ વાંચોઃ એર સ્ટ્રાઇક: પીઓકેમાં ભારતીય વાયુસેનાએ આટલું નુકશાન કર્યુંઆ પણ વાંચોઃ એર સ્ટ્રાઇક: પીઓકેમાં ભારતીય વાયુસેનાએ આટલું નુકશાન કર્યું

English summary
Surgical strike 2 in pakistan, central minister says- this is modi's India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X