For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્જીકલ સ્ટ્રાઈક 2: આતંકવાદી કેમ્પો પર ભારતીય એર સ્ટ્રાઈકની શું અસર થવાની છે?

આ કાર્યવાહી ભારત અને પાકિસ્તાન બંને માટે માત્ર થોડા દિવસોમાં ભૂલાવી દેનારી કાર્યવાહી નથી. આવનારા દિવસોમાં બંને તરફથી ઘણા અલગ અલગ પરિણામ જોવા મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાના બારમાં દિવસે જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેના (IAF) નો જવાબી હુમલો રાજકીય અને કૂટનીતિ સ્તરે મીલનો પત્થર સાબિત થઈ શકે છે. ભારતીય વાયુસેના જમીની સ્તરે આ હુમલાને 100 ટકા સફળ માની રહી છે. પાકિસ્તાનથી જે પ્રતિક્રિયા મળી છે તેનાથી લાગી રહ્યુ છે કે તેના પગ નીચેથી જમીન ખસી ચૂકી છે. પરંતુ આ કાર્યવાહી ભારત અને પાકિસ્તાન બંને માટે માત્ર થોડા દિવસોમાં ભૂલાવી દેનારી કાર્યવાહી નથી. આવનારા દિવસોમાં બંને તરફથી ઘણા અલગ અલગ પરિણામ જોવા મળી શકે છે.

હડબડાટીમાં કંઈ પણ કરી શકે છે પાકિસ્તાન

હડબડાટીમાં કંઈ પણ કરી શકે છે પાકિસ્તાન

પુલવામા હુમલા બાદ ભારતે જે કહ્યુ હતુ તે કરીને બતાવ્યુ. પરંતુ પાકિસ્તાનને જરા પણ અંદાજો નહોતો કે ભારતીય લડાકુ વિમાન પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટના આતંકી કેમ્પ સુધી પહોંચી જશે. આ આતંકવાદી કેમ્પ પુલવામા હુમલા માટે જવાબદાર જૈશ એ મોહમ્મદના સૌથી મોટા કેમ્પમાંનો એક માનવામાં આવે છે. સ્પષ્ટ છે કે ઈન્ડિયન ફાઈટર જેટ્સની અચૂક કાર્યવાહીથી પાકિસ્તાની સરકાર અને સૌથી વધુ તો પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને તેમના સંરક્ષણમાં પળાતા આતંકના આકાઓ ભડકી ઉઠશે. ઈમરાન ખાનની સરકાર પર ભારત સામે જવાબી કાર્યવાહી કરવાનું દબાણ વધશે. ભારત માટે સચેત રહેવુ જરૂરી છે કારણકે પાકિસ્તાન એક બિન જવાબદાર રાષ્ટ્ર છે જે હડબડાટીમાં કંઈ પણ કરી શકે છે.

પાકિસ્તાની ન્યૂક્લિયર બોમ્બ પર ખતરો

પાકિસ્તાની ન્યૂક્લિયર બોમ્બ પર ખતરો

પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને તેમના સંરક્ષણમાં ચાલતા આતંકી સંગઠનનું ખતરનાક ગઠબંધન ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો માનવામાં આવતુ રહ્યુ છે. પાકિસ્તાને જે રીતે ચોરીની ટેકનિકથી ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો છે તે કોઈનાથી છૂપુ નથી. ચિંતા એ વાતની છે કે જો ઈમરાન ખાનની સરકાર ભારતીય પરાક્રમ અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે ભારત સામે કંઈ કરવાની હિંમત નહિ કરી શકે તો પાકિસ્તાની ન્યૂક્લિયર બોમ્બ ત્યાંની સેના અને આઈએસઆઈ પોતાના હાથોમાં લઈ શકે છે. આમ પણ ઘણી વાર ત્યાંથી ભારત સામે તેના ઉપયોગની ધમકી અપાતી રહે છે.

આતંકવાદી સંગઠન બદલી શકે છે રણનીતિ

આતંકવાદી સંગઠન બદલી શકે છે રણનીતિ

પાકિસ્તાનના બાલાકોટના આતંકી કેમ્પોને નષ્ટ કરવા ત્યાં હાજર આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની સેના માટે બહુ મોટો પાઠ છે. અત્યાર સુધી તે એમ માનીને ચાલી રહ્યા હતા કે કંઈ પણ થઈ જાય ભારત પાકિસ્તાનના વિસ્તારમાં કાર્યવાહી કરવાની હિંમત નહી કરે. એટલા માટે ભલે બાલાકોટ, એબટાબાદથી માત્ર 60 કિલોમીટર દૂર છે પરંતુ આને જૈશ એ મોહમ્મદના કેમ્પ તરીકે અત્યાર સુધી સુરક્ષિત માનવામાં આવતુ હતુ. આ કેમ્પ અત્યારે જે જગ્યાએ હતો તે રહેણાંક વિસ્તારથી દૂર હતો. હવે બની શકે કે પાકિસ્તાની સેના આ આતંકી સંગઠનોને એવી સુરક્ષિત જગ્યાએ જવાનું કહે જ્યાં એર સ્ટ્રાઈકનો ખતરો ઓછો હોય જેવા કે રહેણાંક વિસ્તારો કે સેનાની છાવણીઓ. પાકિસ્તાન જેવા દેશમાં આ અશક્ય પણ નથી. જૈશના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને પણ ક્યારેક રાવલપિંડીની સેનાની હોસ્પિટલમાં સુરક્ષિત રાખવામાં આવે છે, તો ક્યારેક સેનાની દેખરેખમાં બહાવલપુરની કોટઘાની મોકલી દેવામાં આવે છે. આ રીતે મુંબઈ હુમલા માટે જવાબદાર હાફિજ સઈદ અને મુંબઈ ધમાકાના ગુનેગાર દાઉદ ઈબ્રાહીમ પણ પાકિસ્તાની સરકારના સંરક્ષણમાં ભારત વિરોધી કાર્યવાહીમાં શામેલ રહે છે.

આંતરારાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે

આંતરારાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે

પઠાણકોટ, ઉરી અને પછી પુલવામા બાદ ભારતને દુનિયામાં પાકિસ્તાન સામે માહોલ બનાવવામાં ઘણી સફળતા મળી છે. ભારત વિશ્વ સમુદાયમાં ખાસ કરીને અમેરિકાને એ સમજાવવામાં સફળ રહ્યુ છે કે તે એને જે આર્થિક મદદ આપે છે તેનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપવામાં કરે છે. પુલવામાં હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથ સ્પષ્ટ છે કે ભારતની કોઈ પણ જવાબી કાર્યવાહીમાં આડખીલી નહિ કરે. ફ્રાંસ, જાપાન અને ઈઝરાયેલ જેવા દેશ તો પહેલેથી સક્રિય યોગદાન આપી રહ્યા છે. સૌથી મોટી વાત એ કે પુલવામામાં હુમલા સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જે નિંદા પ્રસ્તાવ સામાન્ય સંમતિથી પાસ થયો તેણે પાકિસ્તાનને સમગ્ર દુનિયામાં અળગુ કરી દીધુ. ત્યાં સુધી કે ચીને પણ તે પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ ભારત સરકાર સતત કૂટનીતિ સ્તરે દુનિયાભરના દેશોને પોતાની સાથે રાખવામાં સફળ કહ્યુ છે. એવામાં હવે પાકિસ્તાન જો ભારત સામે કોઈ કાર્યવાહી કરશે તો તેને હજુ ખરાબ દિવસો જોવા માટે મજબૂર થવુ પડી શકે છે. કારણકે આતંકવાદ એક એવો મુદ્દો છે જેના પર ચીન જેવો દેશ પણ ખુલીને તેની સાથે ઉભો નથી રહી શકતો. કદાચ આ જ કારણ છે કે પહેલા ભારતને ધમકાવ્યા બાદ ઈમરાન ખાને પ્રધાનમંત્રી મોદીને શાંતિની અપીલ કરી હતી.

મોદી છે તો શક્ય છેઃ ચૂંટણીમાં ભાજપને લાભ મળી શકે

મોદી છે તો શક્ય છેઃ ચૂંટણીમાં ભાજપને લાભ મળી શકે

પુલવામા હુમલાનો ઘણો મોટો જવાબ આપીને મોદીએ દેશને બતાવી દીધુ છે કે તે જે કહે છે તો તેને કરી બતાવવાની જીગર પણ રાખે છે. પુલવામા બાદ દેશમાં જે માહોલ બન્યો હતો તેને લોકો ભૂલી જાય તે પહેલા પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ કાર્યવાહી કરીને સરકારે પોતાની વાત ઉપર રાખી દીધી છે. ખાસ વાત એ છે કે આ મામલે શરૂઆતથી છેલ્લે સુધી મોદીએ વિપક્ષને પણ ભરોસામાં રાખવાની પહેલ કરી છે. નિશ્ચિત રીતે ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી જવાબી કાર્યવાહી એટલે કે Surgical strikes 2 નો ભાજપ આવનારી ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાની પણ કોશિશ કરશે. બની શકે કે વિપક્ષ આવનારા દિવસોમાં આ અંગે સરકારની અમુક ખામીઓ શોધવાનો પ્રયાસ કરે પરંતુ સામાન્ય ભારતીયમાં એ મેસેજ તો ગયો કે મોદી છે તો શક્ય છે. (#ModiHaiTohMumkinHai)

આ પણ વાંચોઃ ઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસનો જલવો, PICS વાયરલઆ પણ વાંચોઃ ઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસનો જલવો, PICS વાયરલ

English summary
Surgical strikes 2 Know what will be the impact of Indian Air Strike on terrorist camps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X