For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપ કેસમાં અભિનેત્રીએ કહ્યું કે જયારે મારી સાથે રેપ થયો ત્યારે...

કઠુઆ ગેંગરેપ મામલે આખા દેશમાં વિરોધ અને આક્રોશ છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો પણ પોતાનો વિરોધ નોંધાવી ચુક્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કઠુઆ ગેંગરેપ મામલે આખા દેશમાં વિરોધ અને આક્રોશ છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો પણ પોતાનો વિરોધ નોંધાવી ચુક્યા છે. કઠુઆ ગેંગરેપ મામલે બોલિવૂડ પણ એક સાથે આવીને આરોપીઓ વિરુદ્ધ સખત સજા અંગે માંગ કરી રહ્યા છે. આ બળાત્કાર મામલે અભિનેત્રી સુરવીન ચાવલા ઘ્વારા પણ પોતાનો ગુસ્સો અને દર્દ વ્યક્ત કરવામાં આવ્યો. સુરવીન ચાવલા આ ગેંગરેપ મામલે હેરાન છે કે આખરે કોઈ આટલી નાની બાળકી સાથે આવું કઈ રીતે કરી શકે. સુરવીન ઘ્વારા આ ઘટના વિશે જણાવતા કહ્યું કે તેઓ દુષ્કર્મ થી થતા દર્દને સારી રીતે સમજી શકે છે.

બળાત્કારના દર્દને સારી રીતે સમજુ છું

બળાત્કારના દર્દને સારી રીતે સમજુ છું

સુરવીન ચાવલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ બળાત્કારના દર્દને સારી રીતે સમજે છે કારણકે તેમને બાલાજી નિર્મિત એક વેબ શૉમાં આવી જ યુવતીની ભૂમિકા નિભાવી છે. જેની સાથે દુષ્કર્મ થાય છે. સુરવીને આ વેબ સિરીઝમાં એક કાશ્મીરી યુવતીનો રોલ કર્યો છે. આ સિરિયલમાં તેમને રેપ પીડિતાનો રોલ કર્યો છે. તેમને જણાવ્યું કે તેઓ સારી રીતે સમજે છે કે બળાત્કારનું દર્દ કેવું હોય છે.

બળાત્કાર વિરુદ્ધ અવાઝ ઉઠાવનારને દબાવી દેવામાં આવે છે

બળાત્કાર વિરુદ્ધ અવાઝ ઉઠાવનારને દબાવી દેવામાં આવે છે

સુરવીને જણાવ્યું કે રીલ લાઈફમાં જયારે મારી સાથે બળાત્કાર થાય છે ત્યારે મારો પરિવાર મારી સાથે હતો. પરંતુ રિયલ લાઈફમાં જેની સાથે બળાત્કાર થાય છે ત્યારે તેના પરિવારવાળા જ તેનો અવાઝ દબાવી દે છે. લોકો તેના પર ખુલીને વાત કરતા નથી. જેની સાથે રિયલ લાઈફમાં બળાત્કાર થાય છે તેમના દર્દ વિશે અંદાઝો પણ લગાવવો મુશ્કિલ છે.

ક્યાં સુધી સોશ્યિલ મીડિયા પર ખાલી વાતો થશે

ક્યાં સુધી સોશ્યિલ મીડિયા પર ખાલી વાતો થશે

સુરવીને જણાવ્યું કે આપણે ખાલી સોશ્યિલ મીડિયા પર વાતો કરીયે છે પરંતુ આવું ક્યાં સુધી ચાલશે. સુરવીને બળાત્કાર આરોપીઓ સામે સખત સજા અંગે માંગ કરી છે અને કહ્યું કે આવા લોકોને ફાંસી આપી દેવી જોઈએ. તેને જણાવ્યું કે આપણી હાલત દિવસે દિવસે ખરાબ થઇ રહી છે. સુરવીને જણાવ્યું કે સૌથી દુઃખની વાત છે કે આવી ઘટના પર આપણે ગુસ્સો આવે છે, આપણે વાતો કરીયે છે, કેન્ડલ માર્ચ કરીયે છે, પરંતુ સિસ્ટમમાં કોઈ પણ બદલાવ નથી થઇ રહ્યો.

કઠુઆ ગેંગરેપ પર બોલી તાપસી

કઠુઆ ગેંગરેપ પર બોલી તાપસી

તાપસી પન્નુ ઘ્વારા પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા ટવિટ કરવામાં આવી હતી કે "શુ હવે દેશમાં બળાત્કાર ધર્મને આધારે કરવામાં આવી રહ્યો છે, હાલમાં જે હાલત છે તેને જોઈને તો એવું જ લાગે છે. શુ આપણે એકબીજા પર નિર્લજ થઈને આંગળી ઉઠાવવાનું બંધ નહીં કરી શકીયે? આપણે બધાએ આ હેવાનિયત ભરેલા અપરાધનો મજાક બનાવી દીધો છે.

પ્રિયંકા ચોપરાએ પણ ગુસ્સો પ્રગટ કર્યો

પ્રિયંકા ચોપરાએ પણ ગુસ્સો પ્રગટ કર્યો

બીજા ઘણા બોલિવૂડ કલાકારો ખુલીને પોતાની ગુસ્સો દર્શાવી ચુક્યા છે. આ મામલે પ્રિયંકા ચોપરાએ પણ ટવિટ કરીને પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો.

મુસલમાન સમુદાય થી હતી બાળકી

મુસલમાન સમુદાય થી હતી બાળકી

આરોપ છે કે આઠ વર્ષની બાળકી સાથે વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આખું ષડયંત્ર એટલા માટે રચવામાં આવ્યું કે જેથી મુસ્લિમ સમુદાયના લોકો બકરાવલ ગામથી બહાર ચાલ્યા જાય. આ આખા મામલે આરોપ લાગી રહ્યો છે કે મામલાની જાંચ કરી રહેલા વિશેષ પોલીસ અધિકારી ખજુરિયા બાળકીની હત્યા કરવાથી એટલા માટે રોક્યા કારણકે તેઓ પણ પહેલા તેનો રેપ કરવા માંગતો હતો. બળાત્કાર કર્યા પછી લાશ ગમે તેમ ફેંકી દેવામાં આવી હતી.

English summary
Actress Surveen Chawla shocked on Kathua Rape case said I Have no words to say any thing on this demad Strict punishment for accused .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X