સર્વે: દિલ્હીમાં BJPને બહુમતી, AAP બન્યું ગેમચેન્જર
નવી દિલ્હી, 7 ડિસેમ્બર: દિલ્હીમાં શીલા દીક્ષિત સરકારની વિદાઇના સંકેત દેખાઇ રહ્યા છે. સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપની સરકાર બની શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસને પાછળ રાખી દઇ બીજા નંબરની પાર્ટી બની શકે છે.
સર્વે અનુસાર બીજેપીને 32થી 42 અને આમ આદમી પાર્ટીને 13થી 21 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ 9થી 17 બેઠકોની વચ્ચે સમેટાઇ શકે છે. પરિણામ એ પણ બતાવી શકે છે કે મુખ્યમંત્રી પદ માટે અરવિંદ કેજરીવાલ લોકોની પહેલી પસંદ છે. એટલું જ નહીં તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવતા દેખાઇ રહ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવેલા એકમાત્ર પોસ્ટપોલ સર્વેના પરિણામ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર લઇને આવ્યા છે. તેના અનુસાર મતદાતાઓએ 15 વર્ષથી દિલ્હીની કમાન સંભાળતા આવેલા શીલા દીક્ષિતની વિદાઇની પટકથા લખી દીધી છે. સીએસડીએસએ 4થી 5 ડિસેમ્બરના રોજ કરેલા પોસ્ટ પોલ સર્વે અનુસાર દિલ્હીની 29 બેઠકોના 126 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરીને પરત ફરતા 2263 વોટરો સાથે વાત કરી હતી. પરિણામ અનુસાર દિલ્હીમાં ભાજપને 32થી 42 બેઠકો, આમ આદમી પાર્ટીને 13થી 21, કોંગ્રેસને 9થી 17 બેઠકો અને અન્યને 1થી 5 બેઠકો મળી શકે છે.

સ્વાભાવિક છે, ડો. હર્ષવર્ધનની લોટરી ખુલતી દેખાઇ રહી છે. પરંતુ સર્વે એ પણ જણાવે છે કે ભાજપના મતોની ટકાવારી વધવાને બદલે ઘટી છે. ભાજપને ગઇ વિધાનસભા ચૂંટણીમાં 36 ટકા વોટ મળ્યા હતા, પરંતુ આ અંગે માત્ર 33 ટકા વોટિંગ તેના પક્ષમાં થયું છે.
પહેલીવાર ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીને 27 ટકા વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 17 ટકા વોટોનું નુકસાન થઇ રહ્યું છે. તેને માત્ર 23 ટકા વોટ મળી રહ્યા છે. બીએસપીને પણ 6 ટકા વોટોનું નુકસાન થઇ રહ્યું છે. તેને માત્ર 8 ટકા વોટ મળી રહ્યા છે. જ્યારે અન્યોના ખાતામાં 9 ટકા વોટ પડ્યાની સંભાવના છે તે ગયા વખત કરતા 1 એક ટકા ઓછું છે.












Click it and Unblock the Notifications
