Surya Grahan 2024 Live Streaming in India: ભારતમાં સૂર્યગ્રહણનુ લાઈવ સ્ટ્રીમિંગ, ક્યાં-કેવી રીતે જોશો?
Surya Grahan 2024: વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ આજે એટલે કે 8 એપ્રિલ, 2024ના રોજ થવા જઈ રહ્યુ છે. 54 વર્ષ પછી થનારા આજના સૂર્યગ્રહણ માટે લોકો ખૂબ ભયભીત છે.
જો કે, આજનુ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનુ નથી માટે તેનો સૂતક કાળ લાગશે નહિ. તેમછતાં ચાલો જાણીએ આ સૂર્યગ્રહણની કેટલી અસર રહેશે, કેટલા વાગે શરુ થશે, ક્યાં-ક્યાં જોઈ શકાશે.

સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024 Date)
પંચાંગ અનુસાર ચૈત્ર અમાવસ્યા એટલે કે સોમવાર, 8 એપ્રિલના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ વર્ષ 2024નું આ પહેલું સૂર્યગ્રહણ હશે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જેના કારણે સૂર્ય ગ્રહણ થાય છે.
સૂર્ય ગ્રહણનો સમય (Surya Grahan 2024 Timing and Duration)
ભારતીય સમય મુજબ સૂર્યગ્રહણ સોમવાર, 8 એપ્રિલના રોજ રાત્રે 9:12થી 9 એપ્રિલે મોડી રાતે 2.22 વાગ્યા સુધી ચાલશે. સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 10 મિનિટ સુધી રહેશે. આ સૂર્યગ્રહણ મુખ્યત્વે મીન અને સ્વાતિ નક્ષત્રમાં થશે.
ભારતમાં સૂર્ય ગ્રહણનો સમય (Surya Grahan 2024 Timing In India)
ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આજનુ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનુ નથી. તેથી કોઈ સૂતક લાગશે નહિ. જેના પરિણામે પૂજા-પાઠ કે કોઈ ધાર્મિક કે દૈનિક કાર્યો પર પ્રતિબંધ રહેશે નહિ.
સૂર્યગ્રહણ ક્યાં-ક્યાં દેખાશે(Surya Grahan 2024 When and Where to watch)
આજનુ સૂર્યગ્રહણ પશ્ચિમી યુરોપ, પેસિફિક, એટલાંટિક, આર્કટિક, મેક્સિકો, ઉત્તરી અમેરિકા(અલાસ્કા સિવાય), કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગોમાં, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રો અને આયરલેન્ડ જેવા દેશોમાં દેખાશે.
સૂર્યગ્રહણ લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોશો(Surya Grahan 2024 How to watch Live streaming)
ભારતમાં રહેતા લોકો આ સૂર્યગ્રહણનુ લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. નાસા તેની યુટ્યુબ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ કરશે. સૂર્યગ્રહણનુ લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે અહીં ક્લિક કરો. https://eclipse-explorer.smce.nasa.gov. આ સિવાય તેનું લાઈવ ટેલિકાસ્ટ .timenddate.com પર પણ કરવામાં આવશે. એક અનુમાન છે કે ગ્રહણને કારણે વિશ્વના કેટલાક ભાગો દિવસ દરમિયાન પણ લગભગ 7.5 મિનિટ સુધી અંધારામાં ડૂબેલા રહેશે, આ વિસ્તારોમાં રાત્રિ જેવા દ્રશ્યો સર્જાશે. નાસાના જણાવ્યા અનુસાર, ગ્રહણ સૌથી પહેલા મેક્સિકોના પેસિફિક તટ પર સવારે 11:07 વાગ્યે દેખાશે.
સૂર્યગ્રહણ વખતે શું ન કરવું(Surya Grahan 2024 Dos And Donts)
- તમારા ઘરમાં પૂજા સ્થળની નજીક ન જાવ.
- તુલસીના છોડને સ્પર્શ કરશો નહીં.
- સગર્ભા સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
- સગર્ભા સ્ત્રીઓએ કાતર કે છરીનો ઉપયોગ ન કરવો જોઈએ.
- ગાય, ભેંસ અને બકરીઓનું શોષણ ન કરો.
- લડશો નહીં, દુષ્ટતા કરશો નહીં.
- ખોરાક રાંધશો નહીં કે ખાશો નહીં.












Click it and Unblock the Notifications
