For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણી દેશનો મિજાજ જાણવામાં નિષ્ફળઃ સુશીલ મોદી

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બરઃ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી પર શરૂ થયેલું મહાભારત રોકાવાનું નામ લઇ રહ્યું નથી. મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાને લઇને પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ નેતા વિરોધ કરી રહ્યાં છે, તો બીજી તરફ મોદીના સમર્થનમાં અન્ય નેતાઓ ઉતરી રહ્યાં છે. મોદીના નામ પર હાભી ભરાવવા માટે અડવાણીને મનાવવામાં પ્રયાસો થઇ રહ્યાં છે, જેમાં પક્ષના અધ્યક્ષ રાજનાથ સિંહ પણ નિષ્ફળ નિવડી રહ્યાં છે, ત્યારે બિહારના ભાજપી નેતા સુશીલ મોદી, નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઉતર્યા છે.

Sushil-Modi-and-L-K-Advani
આ રાજકીય મહાભારતમાં કેટલાક મોદીને ખુલ્લું સમર્થન કરી રહ્યાં છે, તો કેટલાક લાલકૃષ્ણ અડવાણીને, પરંતુ આ સાથે જ તેમની ટીકા કરવાનો દોર પર શરૂ થઇ ગયો છે. સુશીલ મોદીએ જાહેરમાં અડવાણી પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. અડવાણીની નારાજગી વચ્ચે બિહાર ભાજપને નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, અડવાણી દેશના મૂડને જાણવામાં નિષ્ફળ નિવડી રહ્યાં છે. ટ્વીટ થકી મોદીએ કહ્યું કે, અડવાણીએ જે રીતે જાતે જ અટલ બિહારી વાજપાઇનું નામ પ્રધાનમંત્રી પદ તરીકે આગળ ધર્યું હતું, તેવી જ રીતે તેમણે જાતે જ નરેન્દ્ર મોદીના નામની પણ ઘોષણા કરવી જોઇએ.

એથી પણ વધું મોદીએ કહ્યું કે, રાજકારણમાં અતિંમ સમય સુધી આશા છોડવી જોઇએ નહીં, મંત્રીપદ એક ચૂકેલા નેતામાં ફરીથી પ્રાણ ફૂંકી શકે છે.

મોદીને લઇને રાજનાથની યોજના

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ ઇચ્છે છે કે 13 સપ્ટેમ્બર અથવા તો 17મી સપ્ટેમ્બર(મોદીના જન્મ દિવસે) પીએમ ઉમેદવારીની તાજપોશી મોદીને જન્મદિનની ભેટ સ્વરૂપે આપવામાં આવે, પરંતુ ઘરના લોકોની જ નારાજગી સામે રાજનાથ પણ શું કરી શકે, બીજી તરફ મોદીના માર્ગમાં અવરોધ આવવાના કારણે સંઘ લાલઘૂમ થઇ ગયું છે. માહિતી અનુસાર ગુરુવારે ગાંધીનગરમાં સંઘ પ્રમુખ ભાગવત અને નરેન્દ્ર મોદી વચ્ચે એક બેઠક થઇ શકે છે.

English summary
The former Bihar Deputy Chief Minister said Advani had declared Atal Behari Vajpayee as the party's face in the past and he could have done the same for Narendra Modi today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X