નાઇજીરિયનની પિટાઈ, સુષ્માએ યોગી પાસે માંગ્યો રિપોર્ટ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ ના ગ્રેટર નોઇડા ના પરી ચોક, જગત ફાર્મ માર્કેટ અને અન્ય કેટલાક સ્થળોએ ભડકેલા લોકોએ નાઇજીરિયન વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા હતા. રવિવારે રાત્રે આ વિસ્તારોમાં નાઇજીરિયન વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. લોકોએ તેમને રસ્તા પર દોડાવી માર માર્યો હતો. ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. નાઇજીરિયન વિદ્યાર્થીઓએ આ મામલે એસએસપી સાથે મુલાકાત કરી સુરક્ષાની માંગણી કરી છે.

up noida

19 વર્ષીય વિદ્યાર્થી મનિષના મર્ડર કેસમાં નાઇજીરિયન વિદ્યાર્થીઓનું નામ આવતા લોકો તેમની પર રોષે ભરાયા હતા. લોકોનું કહેવું છે કે, નાઇજીરિયન વિદ્યાર્થીઓ દ્વારા મનિષ પર ડ્રગ્સ લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જે પછી તેનું મૃત્યુ થયું હતું.

25 માર્ચના રોજ ડ્રગ્સને કારણે મનીષ ખારી નામના વિદ્યાર્થીનું મૃત્યુ થતાં તેના પિતાએ નાઇજીરિયન વિદ્યારર્થીઓ વિરુદ્ધ હત્યાને કેસ દાખલ કર્યો હતો. તો ધોરણ 12નો વિદ્યાર્થી હતો. તેનું મૃત્યુ નશાની હાલતમાં થયું હતું. વિદ્યાર્થીના મૃત્યુ બાદ સ્થાનિક લોકોએ આરોપીઓની ધરપકડની માંગણી કરી હતી.

sushma swaraj

અહીં વાંચો - બિહારઃ પોલીસ ધરપકડ કરવા પહોંચી તો રડી પડ્યા સાંસદ

આ વાત એટલી આગળ વધી કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આખરે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. સુષ્મા સ્વરાજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સરકાર પાસે આ અંગેની રિપોર્ટ માંગી છે. તેમણે આ અંગે જાણકારી આપતાં ટ્વીટર પર લખ્યું છે કે, તેમણે નોઇડામાં આફ્રિકન વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે યોગી સરકાર પાસે રિપોર્ટ માંગી છે. સુષ્મા સ્વરાજના ટ્વીટ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આશ્વાસન આપ્યું છે કે, કોઇ પણ જાતના ભેદભાવ વિના અને પૂરી નિષ્પક્ષતા સાથે આ મામલાની તપાસ કરવામાં આવશે.

English summary
Sushma Swaraj seeks reports from U.P. Govt. over attack on Nigerian students in Noida.
Please Wait while comments are loading...