
આ 7 બાબતોમાં સુષ્મા સ્વરાજ હંમેશા રહ્યા First, કોઈ નથી તોડી શક્યુ આ રેકોર્ડ
દેશના પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે મોડી સાંજે દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. હાર્ટ એટેક બાદ સુષ્મા સ્વરાજને એમ્સ લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સુષ્મા સ્વરાજનું રાજકીય જીવન બિનવિવાદિત અને ઉપલબ્ધિઓથી ભરેલુ રહ્યુ. મોદી સરકારમાં તે એકમાત્ર મંત્રી હતા ડે ટ્વીટર પર લોકોની સમસ્યાઓ પર ત્વરિત એક્શન લેતા હતા. ભારતીય રાજકારણમાં એક સશક્ત મહિલા અને એક પ્રખર વક્તા તરીકે તેમના રાજકીય વિરોધીઓ પણ તેમની પ્રશંસા કરતા હતા. સુષ્મા સ્વરાજે પોતાના રાજકીય જીવનમાં એવા સાત રેકોર્ડ બનાવ્યા જેમને કદાચ કોઈ બીજુ ન બનાવી શક્યુ.

આ છે સુષ્મા સ્વરાજના સાત રેકોર્ડ
1. સુષ્મા સ્વરાજ 1977માં માત્ર 25 વર્ષની ઉંમરે હરિયાણાના મંત્રીમંડળમાં દેશના સૌથી નાની ઉંમરના કેબિનેટ મંત્રી તરીકે શામેલ થયા જે પોતાનામાં એક રેકોર્ડ છે.
2. 1979માં સુષ્મા સ્વરાજ હરિયાણા જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. આ રીતે તે હરિયાણાના પહેલા મહિલા પાર્ટી પ્રમુખ બન્યા.
3. સુષ્મા સ્વરાજે 1996માં કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી તરીકે પહેલી વાર લોકસભામાં સંસદની કાર્યવાહીના સીધા પ્રસારણની શરૂઆત કરી.
4. સુષ્મા સ્વરાજ 13 ઓક્ટોબર 1998થી 3 ડિસેમ્બર 1998 સુધી દિલ્લીના પહેલી મહિલા મુખ્યમંત્રી રહ્યા.
5. સુષ્મા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીમાંથી મુખ્યમંત્રી બનનાર પહેલી મહિલા હતા. સુષ્મા બાદ ભાજપ નેતા ઉમા ભારતી, વસુંધરા રાજે અને આનંદીબેન પટેલે મહિલા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
6. ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા રૂપે સુષ્મા સ્વરાજ કોઈ રાજકીય દળના પહેલી મહિલા પ્રવકતા તરીકે ચૂંટવામાં આવ્યા.
7. 2009માં સુષ્મા સ્વરાજ સંસદમાં વિરોધ પક્ષના પહેલા મહિલા નેતા બન્યા. વિરોધ પક્ષના નેતા તરીકે સંસદમાં તેમના આપેલા ભાષણ આજ સુધી યાદ કરવામાં આવે છે.

જ્યારે સુષ્માએ કહ્યુ, ‘આત્મહત્યા વિશે ન વિચારતા'
તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ રાજકીય જીવનમાં સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહેતા હતા. ઘણી વાર એવા પ્રસંગો આવ્યા જ્યારે લોકોએ ટ્વીટર દ્વારા પોતાની સમસ્યાઓ તેમને જણાવી અને સુષ્મા સ્વરાજે આગળ આવીને લોકોની મદદ કરી. આવો જ એક મોકો એ સમયે આવ્યો જ્યારે રિયાદમાં ફસાયેલા એક ભારતીયએ સુષ્મા સ્વરાજને ટ્વીટ કરીને પોતે ફસાયો હોવાના સમાચાર આપ્યા અને સુષ્માએ તરત જ રિપ્લાય આપીને તેને હિંમત આપી. વાસ્તવમાં મદદ ન મળવા પર તેણે સુસાઈડ કરવાની વાત કહી હતી. આના પર સુષ્મા સ્વરાજે ત્વરિત પ્રતિક્રિયા આપીને ટ્વીટ કર્યુ, ‘આત્મહત્યા વિશે ના વિચારાય, અમે છીએ ને. અમારુ મંત્રાલય તમારી પૂરી મદદ કરશે.' સુષ્મા સ્વરાજે આ ટ્વિટમાં રિયાદ સ્થિત ભારતીય વિદેશ મંત્રાલયને ટેગ કરીને સમગ્ર મામલાનો રિપોર્ટ પણ માંગ્યો.
આ પણ વાંચોઃ Video: સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીની આંખમાં આવ્યા આંસુ

‘બીજા દેશોમાં ફસાયેલા ભારતીયો માટે બની મદદગાર'
આ માત્ર એક ઉદાહરણ છે, સુષ્મા સ્વરાજે ઘણી વાર સોશિયલ મીડિયા દ્વારા લોકોની સમસ્યાઓ સાંભળી અને તેનુ સમાદાન કર્યુ. સુષ્મા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોની મદદ કરતા આ વ્યવહાર માટે તેમને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યુ, ‘તે એક શાનદાર પ્રશાસક રહ્યા, સુષ્માજીએ જે પણ મંત્રાલયનો પ્રભાર સંભાળ્યો ત્યાં તેમણે ઉંચા માનદંડ સ્થાપિત કર્યા. બીજા દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવામાં તેમણે મોટી ભૂમિકા નિભાવી. મંત્રી તરીકે અમે તેમની દયાભા''વના પણ જોઈ કે કઈ રીતે તેમણે બીજા દેશોમાં ફસાયેલા ભારતીયોને મદદ કરી.'

પીએમ મોદી બોલ્યા, ‘સુષ્માજીનું નિધન વ્યક્તિગત ક્ષતિ'
સુષ્મા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યુ, ‘ભારતીય રાજકારણમાં આજે એક મહાન અધ્યાય સમાપ્ત થઈ ગયો. ભારત પોતાના એ અસાધારણ નેતાના નિધન પર શોક વ્યક્ત કરે છે, જેમણે પોતાનુ જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવન સમર્પિત કર્યુ. સુષ્મા સ્વરાજજી કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત હતા.' એક અન્ય ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યુ, ‘સુષ્માજીનું નિધન વ્યક્તિગત ક્ષતિ છે. તેમણે દેશ માટે જે કર્યુ તેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. દુઃખની આ ઘડીમાં મારી સાંત્વના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.'